સમાચાર

અમરેલીનાં ઉભરતા ક્રિકેટરોને શ્રીમતિ ઉર્વિબેન ભરતભાઈ ટાંક તરફથી કીટ વિતરણ

અમરેલી જિલ્‍લા સહિત રાજયમાં સેવાકીય પ્રવૃત્તિ કરતાં સનશાઈન ગ્‍લોબલ ફાઉન્‍ડેશનનાં ટ્રસ્‍ટી પ્રેક્ષા ઉર્વિબેન ભરતભાઈ ટાંક ઘ્‍વારા અમરેલીમાં અન્‍ડર-14 અને અન્‍ડર-19 ક્રિકેટરોને માસ્‍ક, યુનિફોર્મ અને પ્રેકટીસ કીટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં ઉર્વિબેન ટાંક, ભરત ટાંક ઘ્‍વારા સ્‍વાતંત્ર્ય સેનાની બેચરબાપાનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ તકે સમર્થ એકેડેમી ટીમનાં સદસ્‍યો ઉપરાંત એમ.કે. સાવલીયા, જે.પી. સોજીત્રા, તુષાર જોષી, ભગીરથ ત્રિવેદી, મનિષભાઈ, અતુલભાઈ, કેતનભાઈ, ત્રિવેદીભાઈ, મયુર ગોરખીયા, બાબુભાઈ પોરીયા, વિજય ચોટલીયા સહિતનાં આગેવાનો ઉપસ્‍થિત રહૃાાં હતાં.

error: Content is protected !!