સમાચાર

જાફરાબાદમાં બોટ માલીકો ખલાસીઓને ર મહિનાનું વેતન આપતા ન હોય રોષ

જેન્‍તીભાઇ બાંભણીયાએ મામલતદારને કરી રજુઆત

જાફરાબાદમાં બોટ માલીકો ખલાસીઓને ર મહિનાનું વેતન આપતા ન હોય રોષ

અમરેલી, તા. 30

જાફરાબાદના ખલાસી જેન્‍તીભાઇ છનાભાઇ બાંભણીયાએ મામલતદારને આવેદનપત્ર પાઠવેલ છે.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, બોટ માલીક દ્વારા મૌખિક જણાવ્‍યા મુજબ અમારૂ બે માસનું વેતન આપવા માટે સંમત થયા હતા પરંતુ આજદિન સુધી અમોનેબોટ માલીકો દ્વારા બે માસનું વેતન કાપેલુ છે ખલાસીઓ ભારે આર્થિક પરિસ્‍થિતિઓમાં મુકાઇ ગયેલ છે. પરિવારનું ભરણપોષણ કેમ કરવું તે વેધક પ્રશ્‍ન છે માટે ખલાસીઓમાં અસંતોષ ફેલાયેલ છે. સરકારની સુચના મુજબ મચ્‍છીમારોને દરીયો ખેડવા માટે પરમીશન આપેલી હતી પણ સમાજના આગેવાનોએ 30 થી 40 જણાએ આ નિર્ણય લીધેલ કે બોટ આપણે ચાલુ કરવાની નથી આ બાબતમાં ખલાસીઓને જાણ કરવામાં આવી નથી પોતે જે નિર્ણય લઇ લીધો બીજા સમાજના લોકોની બોટોમાં રોજગારી માટે ન જવા માટે પણ નિર્ણય લીધેલ બીજા સમાજની બોટોમાં રોજગારી  કરવા જશો તો તમને સમાજ બાર મુકી દેવામાં આવશે અને જે ખલાસીઓ બોટ માલીકના વિરોધમાં સાચી હકીકત કહેવામાં આવે તો તે ખલાસીઓને કોઇ બોટમાં બાંધવામાં નહીં આવે તેવા ફતવા આવા સમાજના આગેવાનો દ્વારા  કરવામાં આવે છે. અમારો મુળભુત અધિકાર છીનવી લેવામાં આવે છે અને અમારા પરિવારનો રોજગાર ધંધો છીનવી લેવામાં આવે છે. આવી પરિસ્‍થિતિમાં અમારા પરિવારનું ગુજરાન કેવી ચલાવવું હાલમાં જે બોટ માલીકોએ ખલાસીઓને બે મહિનાનું વેતન કાપી લેવામાં આવેલ છે. સરકારની કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે હેતુથી અમારા ખલાસીઓનું વેચત અંગેની માંગણી છે તે પુરી કરે વેતન બે માસનું સત્‍વરેમળે તેવી વ્‍યવસ્‍થા કરી બોટ માલિકો માલીકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા અંગે આપને અત્રે જણાવીએ છીએ કે આ સમગ્ર બાબતમાં અમુક વિઘ્‍નસંતોષી લોકો કાયદો અને વ્‍યવસ્‍થા ન જળવાય તેવી પ્રવૃત્તિ કરી રહેલ છે. તાજેતરમાં જે તોફાનો થયા છે તેની પાછળની દોરી સંચાર કરી રહેલ છે. ખારવા સમાજના આગેવાનો ફરી સક્રિય થયા છે કાયદો અને વ્‍યવસ્‍થા ન જોખમાય તે હેતુ આવા લોકોને સત્‍વરે કાયદેસરની કાર્યવાહી કરવા દર્દભરી અપીલ છે અને આવા લોકો ઉપર ધોરણસરની કાર્યવાહી કરવા અંતમાં માંગ કરેલ છે.

error: Content is protected !!