સમાચાર

અમરેલી જિલ્‍લામાં સોમવારે કોરોનાનાં વધુ 10 કેસ

અનલોકથી અવરજવરનું પ્રમાણ વધતા ફફડાટ

અમરેલી જિલ્‍લામાં સોમવારે કોરોનાનાં વધુ 10 કેસ

રવિવારે 10 કેસ અને એક દર્દીનું મોત થયા બાદ સોમવારે વધુ 10 કેસ આવતાં ફફડાટ

જિલ્‍લામાં કુલ 6 વ્‍યકિતઓનાં મોત, 33 ડિસ્‍ચાર્જ અને 41ની સારવાર શરૂ

જિલ્‍લામાં કોરોનાનાં કેસમાં ભારે ઉછાળો આવતાં આરોગ્‍યતંત્રમાં દોડધામ મચી ગઈ

અમરેલી, તા. ર9

અમરેલી જિલ્‍લામાં આજે કોરોનાનાં વધુ 10 કેસ પ્રકાશમાં આવતાં સમગ્ર જિલ્‍લાનાં વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ છે. જિલ્‍લામાં કોરોનાનાં દર્દીનો આંક 80 સુધી પહોંચી ગયો હોય ચિંતાનો માહોલ વધી રહૃાો છે.

અમરેલી જિલ્‍લામાં ગઈકાલે 10 કેસમાં વધારો થયા બાદ 1 વ્‍યકિતનું મોત થતાં કુલ મોતનો આંક 6 થયો છે. રવિવાર બાદ આજે સોમવારે વધુ 10 કેસ પ્રકાશમાં આવેલ છે.

હજીરાધારનાં 4ર વર્ષનાં પુરૂષ, લાઠીનાં 6પ વર્ષીય પુરૂષ, નારાયણનગરનાં 48 વર્ષનાં મહિલા, અમરેલીનાં 14 વર્ષનાં સગીર, રપ વર્ષનાં પુરૂષ, સાવરકુંડલાનાં ર0 વર્ષનાં પુરૂષ, અમરેલીનાં 17 વર્ષનાં પુરૂષ, 46 અને 40 વર્ષનાં પુરૂષ, નારાયણનગરનાં 41 વર્ષનાં પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.

ગઈકાલે ગોરડકાનાં 40 વર્ષનાં પુરૂષનું મોત થતાં જિલ્‍લામાં કુલ 6 વ્‍યકિતઓના મોત થયા છે અને 33 વ્‍યકિતને રજા આપી દેવામાંઆવી છે અને 41 એકિટવ કેસ છે. કુલ આંક 80 સુધી પહોંચી ગયો છે.

error: Content is protected !!
%d bloggers like this: