સમાચાર

પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાથી આમ આદમી પરેશાન

અમરેલી અને બાબરામાં કોંગીજનોએ રોષભેર આવેદનપત્ર પાઠવ્‍યું

પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાથી આમ આદમી પરેશાન

કેન્‍દ્ર અને રાજય સરકારે છેલ્‍લા 90 દિવસમાં રર વખત પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો કરતા નારાજગી

મંદી, બેરોજગારીનાં માહોલમાં હવે મોંઘવારી વધવાથી આમ આદમીની મુશ્‍કેલીમાં વધારો થશે

અમરેલી, તા. ર9

લોકડાઉનના છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં તેમજ સેન્‍ટ્રલ એક્‍સાઈઝ ડયૂટીમાં વારંવાર અને ગેરવ્‍યાજબી વધારાથી ભારતની જનતા અસહ્ય પીડા અને યાતના સહન કરી રહી છે. દેશ જયારે અભૂતપૂર્વ આરોગ્‍યલક્ષી અને આર્થિક મહામારીનો સામનો કરી રહ્યો છે ત્‍યારે મોદી સરકાર પેટ્રોલ અને ડિઝલના ભાવમાં તેમજ એક્‍સાઈઝ ડયૂટીમાં વારંવાર વધારો કરીને જનતાની હાડમારીમાંથી નફાખોરી કરી રહી છે.

મોદી સરકાર દ્વારા ભારતની જનતા પાસેથી કરવામાં આવી રહેલી લૂંટ બહુ ઉઘાડી લૂંટ છે.

મે, ર014 જયારથી ભાજપ સત્તા પર આવેલ ત્‍યારથી, પેટ્રોલ ઉપર એક્‍સાઈઝ ડયૂટી રૂા. 9.ર0 પ્રતિ લીટર અને ડિઝલ ઉપર રૂા. 3.46 પ્રતિ લીટર હતી. છેલ્લા છ વર્ષમાં ભાજપની કેન્‍દ્ર સરકારે પેટ્રોલ ઉપર રૂા. ર3.78 પ્રતિ લીટર અને ડિઝલ ઉપર રૂા. ર8.37 પ્રતિ લીટર એક્‍સાઈઝડયૂટીનો વધારો કરેલ છે. ડીઝલમાં એક્‍સાઈઝ ડયૂટીમાં 8ર0% નો અને પેટ્રોલમાં એક્‍સાઈઝ ડયૂટીમાં રપ8% નો આ આઘાતજનક વધારો કરવામાં આવ્‍યો છે.

માત્ર પેટ્રોલ અને ડિઝલના ભાવો અને એક્‍સાઈઝ ડયૂટીમાં વધારા દ્વારા જ મોદી સરકારે છેલ્લા છ વર્ષમાં રૂા. 18,00,000 કરોડની કમાણી કરી છે.

ત્રણ માસ પૂર્વે લોકડાઉનના સમયથી પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં અને એક્‍સાઈઝ ડયૂટીમાં વારંવાર વધારા દ્વારા જે રીતે નફાખોરી વસૂલવામાં આવી રહી છે. તે શોષણનું સૌથી વરવું સ્‍વરૂપ છે.

પ મી માર્ચ, ર0ર0 ના રોજ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લીટર રૂા. 3 નો વધારો કરવામાં આવ્‍યો હતો. પ મી મે, ર0ર0 ના રોજ મોદી સરકારે ડિઝલ ઉપર એક્‍સાઈઝ ડયૂટીમાં પ્રતિ લીટર રૂા. 13 અને પેટ્રોલ ઉપર પ્રતિ લીટર રૂા. 10 નો વધારો કર્યો. 7મી જૂન, ર0ર0 થી ર6મી જૂન, ર0ર0 સુધીમાં, આ નિર્દયી મોદી સરકારે સતત ર0 દિવસ સુધી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કર્યો છે. આ ડિઝલના ભાવમાં પ્રતિ લીટર રૂા. 10.80 નો અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર રૂા. 8.87 નો વધારો થયો છે.

તેથી માત્ર છેલ્લા સાડા ત્રણ મહિનામાં જ ભાજપ સરકારે ડિઝલના ભાવ અને તેના પર એક્‍સાઈઝ ડયૂટીમાં પ્રતિ લીટર રૂા. ર0.48 નો અને પેટ્રોલમાં પ્રતિ લીટર રૂા. ર1.પ0 નો વધારો કર્યો છે.સરકાર દ્વારા જનતાનું આનાથી વધારે ખરાબ શોષણ શું હોઈ શકે ?

ભારતની જનતાની છેતરપીંડી અને તેની પરસેવાની કમાણીમાંથી લોહી ચૂસવાની વૃત્તિનો સૌથી મોટો પૂરાવો એ હકીકત છે કે, છેલ્લા કેટલાય મહિનાથી ક્રુડ ઓઈલના ભાવો ઘટી રહ્યાં છે.

ર4મી જૂન, ર0ર0 નારોજ ક્રુડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ 43.41 અમેરીકી ડોલર અથવા રૂા. 3ર88.71 હતો. એક બેરલ 1પ9 લીટરનું થાય. તેથી પ્રતિ લીટર ક્રુડ ઓઈલનો ભાવ ર4મી જૂન, ર0ર0 ના રોજ પ્રતિ લીટર રૂા. ર0.68 થાય. તેની સામે, પેટ્રોલ-ડિઝલનો ભાવ પ્રતિ લીટર રૂા. 80 ની નજીક છે. જે બાબત મોદી સરકારની બેફામ નફાખોરી અને જનતાને લૂંટવાની વૃત્તિ પૂરવાર કરે છે.

જયારે કોંગ્રેસ-યુપીએ સરકાર સત્તા ઉપર હતી ત્‍યારે ક્રુડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ 108 અમેરીકી ડોલર હતો. જે ર4મી જૂન, ર0ર0 ના રોજ ઘટીને પ્રતિ બેરલ 43.41 અમેરીકી ડોલર થઈ ગયો છે એટલે કે, તેના ભાવમાં 60% જેટલો ઘટાડો થયો છે. આમ છતાં, ભાજપ સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવમાં તોતીંગ વધારો કર્યો છે.

આથી, અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ અમરેલી દ્વારા  પ મી માર્ચ, ર0ર0 પછીના પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા અને તેના ઉપર એક્‍સાઈઝ ડયૂટીના વધારા પાછા ખેંચવા અને આ લાભો, આ કપરાં સમયમાં ભારતના પ્રજાજનોને આપવા માંગણી કરતું આવેદનપત્રઆજરોજ જીલ્લા કલેકટર અમરેલીને સુપ્રત કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં જીલ્લા કોંગ્રેસ મહામંત્રી જનકભાઈ પંડયા, પ્રદેશ મહિલા મંત્રી શ્રીમતી હંસાબેન જોશી, માઈનોરીટી સેલ (સૌરાષ્ટ્ર)ના ફેઝલભાઈ ચૌહાણ અને મંત્રી વસંતભાઈ કાબરીયા ઉપસ્‍થિત રહ્યા હતા.

બાબરા

દેશ અને રાજયમાં પેટ્રોલ-ડીઝલનાં સતત વધતા જતાં ભાવ અંગે લોકોમાં ભારે રોષ છે તો કોંગ્રેસ ઘ્‍વારા વિવિધ કાર્યક્રમો તેમજ આવેદનપત્ર મારફત જનતાનાં રોષને વાચા આપી કેન્‍દ્ર સરકારની આંખ ખોલવાનો પ્રયત્‍ન કરવામાં આવી રહૃાો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અંગે કોંગ્રેસ ઘ્‍વારા રાષ્‍ટ્રવ્‍યાપી વિરોધી કરવામાં આવી રહૃાો છે.

ત્‍યારે બાબરામાં પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના અનુસાર જિલ્‍લા કોંગ્રેસ અગ્રણી પ્રભાતભાઈ કોઠીવાલના નેતૃત્‍વમાં તાલુકા કોંગ્રેસ ઘ્‍વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રોષ વ્‍યકત કર્યો હતો. રાજયમાં એકસાઈઝ ડયુટીના ભારે વધારાના કારણે પેટ્રોલ-ડીઝલ આસમાને પહોંચી ગયું અને હજુ રાજય અને કેન્‍દ્ર સરકાર નહિ જાગે તો ભાવવધારો (100) સેન્‍ચ્‍યુરી મારે તો નવાઈ નહિ તેવું કોંગ્રેસનાં અગ્રણીઓ ઘ્‍વારા જણાવ્‍યું હતું. તાલુકા કોંગ્રેસના પ્રમુખ જસમતભાઈ ચોવટીયા, તાલુકા પંચાયતના પ્રમુખ ધીરૂભાઈ વહાણી, કિશોરભાઈ દેઠળીયા, ચંદુભાઈ સાકરીયા, મનસુખભાઈ પલસાણા,મુસાફભાઈ પરમાર, બાવાલાલ હિરપરા સહિતના સ્‍થાનિક કોંગ્રેસનાં અગ્રણીઓ ઉપસ્‍થિત રહૃાા હતા.

આ તકે ઉપસ્‍થિત જિલ્‍લા કોંગ્રેસના અગ્રણી પ્રભાતભાઈ કોઠીવાલ ઘ્‍વારા રોષ સાથે જણાવ્‍ય્‍ું હતું કે, મોંઘવારીના નામે સત્તા પર આવેલ ભારતીય જનતા પાર્ટીની સરકારને હાલ જે દેશમાં મોંઘવારીએ અજગર ભરડો લીધો તે દેખાતો નથી તેમજ છેલ્‍લા ત્રણ મહિનામાં રર વખત પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો કરવામાં આવ્‍યો છે. અસહૃા એકસાઈઝ ડયુટીના વધારાના કારણે પ્રજાની કમર તુટી ગઈ છે પણ આંધળી અને બહેરી આ કેન્‍દ્ર અને રાજયની સરકાર જાગતી નથી. ફ્રૂડ ઓઈલના ભાવ તળીએ હોય તેમ છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો કરી પ્રજાને લૂંટવામાં આવી રહી છે. ત્‍યારે કોંગ્રેસ ઘ્‍વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરી ઘાવ ઘટાડવામાં આવે તેવી માંગ તાલુકા કોંગ્રેસ ઘ્‍વારા આવેદનપત્ર બાબરા મામલતદાર મારફત રાષ્‍ટ્રપતિને મોકલવામાં આવ્‍યું છે. તેમ અંતમાં જિલ્‍લા કોંગ્રેસ અગ્રણી પ્રભાતભાઈ કોઠીવાલ ઘ્‍વારા જણાવ્‍યું હતું.

error: Content is protected !!