સમાચાર

અમરેલી જિલ્‍લાનાં કેટલાંક વિસ્‍તારોમાં ધોધમાર વરસાદ વરસી જતાં હર્ષોલ્‍લાસ

ભારે ગરમી અને બફારા વચ્‍ચે દે ધનાધન

અમરેલી જિલ્‍લાનાં કેટલાંક વિસ્‍તારોમાં ધોધમાર વરસાદ વરસી જતાં હર્ષોલ્‍લાસ

અમરેલી શહેર, રાજુલા, જાફરાબાદ, બગસરા, ખાંભા, ધારી પંથકમાં વરસાદ

અમરેલી, તા. ર9

અમરેલી જિલ્‍લામાં પહેલાં જ વરસાદથી ખેડૂતોએ વાવણીકાર્ય પૂર્ણ કર્યા બાદ વાવણી પછીનાં વરસાદની જરૂરિયાત હોય આજે ભારે બફારા અને ગરમી બાદ અમરેલી જિલ્‍લાનાં કેટલાંક વિસ્‍તારોમાં વરસાદ પડીજતાં ખેડૂતોમાં હર્ષોલ્‍લાસ છવાયો છે.

અમરેલી શહેરમાં આજે સવારે 7 વાગ્‍યા આસપાસ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો અને સવારના પહોરમાં 8 મીમી વરસાદ પડી ગયો હતો હજુ પણ પણ આકારમાં વાદળા અને વાતાવરણમાં ભારે બફરા હોય વધુ વરસાદની શકયાતઓ જોવાઈ રહી છે.

ખાંભા પંથકમાં ગઈકાલે ગીરપંથક તથા ડેડાણ, ત્રાકુડા, મુંજીયાસર, માલકનેસ, રાયડી, રાણીંગપરા સહિતનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં વરસાદ પડયો હતો.

ગઈકાલે રાજુલા શહેર તથા ગ્રામ્‍ય વિસ્‍તાર એવા હિંડોરણા, મોટા આગરીયા, છતડીયા તથા ખાખબાઈ સહિતનાં ગામોમાં વરસાદ નોધાયો હતો. જયારે જાફરાબાદનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ વરસાદ પડયાનાં અહેવાલો મળી રહૃાાં છે.

બગસરા પંથકનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ વરસાદ પડયો હતો. જેમાં મોટા મુંજીયાસર, નાના મુંજીયાસર, સાપર, રફાળા, લુંધીયાણામાં વાવણી બાદ વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદ છવાયો હતો.

ધારીનાં ગીરકાંઠા તથા ગ્રામ્‍ય વિસ્‍તાર એવા કુબડા, શિવડ સહિતનાં ગામમાં વરસાદ પડયાનાં અહેવાલો મળી રહૃાાં હતા.

આ ઉપરાંત કુંકાવાવ તથા આજુબાજુનાં ગામમાં વરસાદ પડયાનાં અહેવાલો મળી રહૃાા છે.

error: Content is protected !!