સમાચાર

રાજુલા : નિર્માણાધિન મહાત્‍મા આરોગ્‍ય મંદિરને જરૂરી સહયોગ કરવાની ખાત્રી આપતા ભરત ટાંક અને ઉર્વિબેન ટાંક

અમરેલી જિલ્‍લા સીહત રાજયભરમાં કોઈપણ સ્‍વાર્થ વગર સેવાકાર્ય કરતા સનસાઈન ગ્‍લોબલ ફાઉન્‍ડેશનના પ્રેરક ભરત ટાંક અને તેમના જીવન સંગીની ઉર્વિબેન ટાંકે રાજુલા ખાતે ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેર દ્વારા પૂ. મોરારિબાપુની પ્રેરણાથી અને સાહિત્‍યકાર માયાભાઈ આહીરના સહકારથી દર્દી નારાયણના હિતમાં નિર્માણાધિન મહાત્‍મા ગાંધી નિઃશૂલ્‍ક આરોગ્‍ય મંદિરની શુભેચ્‍છા મુલાકાત લેવામાં આવી હતી. ધારાસભ્‍ય અંબરીશ ડેર પાસેથી તમામ વિગતો મેળવીને જરૂરી સહયોગ આપવાની ખાત્રી આપી હતી. આ તકે ટાંક દંપતિ દ્વારા સનસાઈન ગ્‍લોબલ ફાઉન્‍ડેશન વતી વૃક્ષ અર્પણ કરી સાલ ઓઢાડીને સન્‍માન કરવામાં આવ્‍યું હતું. અત્રે એ ઉલ્‍લેખનીય છે કેટાંક દંપતિ છેલ્‍લા ઘણા વર્ષોથી પર્યાવરણ, શૈક્ષણિક, ઔદ્યોગિક, આરોગ્‍ય ક્ષેત્રના વિકાસ માટે સક્રિય જોવા મળે છે અને ગરીબ, નિરાધારો, ખેડૂતો, શ્રમિકો સહિતની સેવા કરીને સમાજ માટે ઉમદા કાર્ય કરી રહયા છે.

error: Content is protected !!