સમાચાર

બગસરા : પૂજયશ્રી આપાગીગા ગાદી મંદિરમાંથી માટી અને પવિત્ર જળ અયોઘ્‍યા મંદિર માટે મોકલાયું

બગસરા : પૂજયશ્રી આપાગીગા ગાદી મંદિરમાંથી માટી અને પવિત્ર જળ અયોઘ્‍યા મંદિર માટે મોકલાયું

પૂજય મહંતશ્રી જેરામબાપુના હસ્‍તે જગ્‍યાની પવિત્ર માટી અને જળનું અર્પણ કરવામાં આવ્‍યું. અયોઘ્‍યામાં ભગવાન શ્રી રામના ભવ્‍ય મંદિર નિર્માણનું હિન્‍દુ સમાજનું સ્‍વપ્‍ન પૂર્ણ થવા જઈ રહયું છે. ત્‍યારે આગામી દિવસોમાં શ્રી રામલલ્‍લાની ભવ્‍ય મંદિર નિર્માણ કાર્ય શરૂ થઈ રહયું છે. તે કાર્યમાં સમગ્ર દેશનો હિન્‍દુ સમાજ સદાય જોડાયેલો રહે તે હેતુથી અયોઘ્‍યા ખાતે શ્રીરામ મંદિરને પાયામાં દેશના પવિત્ર તીર્થ સ્‍થળ માટી અને પવિત્ર જળ પૂજન સાથે અર્પણ કરવા માટે પ.પૂ. સંતો તથા કેન્‍દ્રીય ભારતની ટીમનું આહવાન છે. ત્‍યારે આજે અમરેલી જિલ્‍લા વિશ્‍વ હિન્‍દુ પરિષદ તેમજ બજરંગદળ પ્રમુખ તેમજ કાર્યકરો બગસરાની પાવન જગ્‍યાના મહંતશ્રી જેરામબાપુ દ્વારા જગ્‍યાની પવિત્ર અને માટી અને જળ વિશ્‍વ હિન્‍દુ પરિષદના પ્રમુખને અર્પણ કરવામાં આવી. આ તકે પૂ. જેરામબાપુએ રામ મંદિરની ખુશી વ્‍યકત કરી હતી.

error: Content is protected !!