સમાચાર

અમરેલીમાં ઓનલાઇન વિવિધ પ્રકારની સ્‍પર્ધા યોજાઇ

અમરેલી એમ્‍પલ વિંગ્‍સ એકટીવ એકેડમી ગૃપ દ્વારા આયોજીત કોરોના વાયરસ લોકડાઉન નિઃશુલ્‍ક ઓનલાઇન વાનગી સ્‍પર્ધા, ચિત્ર સ્‍પર્ધા, ડાન્‍સ, યોગ સ્‍પર્ધા, જિમ્‍નાસ્‍ટીક જેવી વિવિધ સ્‍પર્ધાઓનું આયોજનન કરવામાં આવ્‍યું હતું. જેમાં માત્ર અમરેલી જિલ્‍લાના જ નહીં પરંતુ ગુજરાતના અલગ અલગ જિલ્‍લાઓમાંથી સ્‍પર્ધકો જોડાયેલા હતા. જેમાં પ્રથમ ત્રણ વિજેતાઓને મોમેન્‍ટ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. સ્‍પર્ધાનું આયોજન રૂપલબેન સિઘ્‍ધપુરા, રિઘ્‍ધી પડસાલા, કૈલાસબેન સોલંકી અને વિરાજભાઇ ટીલાવતે કર્યુ હતુ.

error: Content is protected !!