સમાચાર

સરસ : પિપાવાવ પોર્ટ ખાતેથી ખેડૂતોને યુરિયા ખાતર મળશે

સાંસદ કાછડીયાની ઉમદા કામગીરી

સરસ : પિપાવાવ પોર્ટ ખાતેથી ખેડૂતોને યુરિયા ખાતર મળશે

અમરેલી, તા.ર9

હાલ ચોમાસાની સીઝન હોઈ, ખેડૂતોને વાવણી માટે વિવિધપ્રકારના ખાતરોની આવશ્‍કયતા હોય છે. ત્‍યારે અમરેલી જિલ્‍લામાં ખેડૂતોને ખાતરની કોઈપણ પ્રકારની ઘટ કે અછત ન પડે તે માટે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ ગત  તા. ર3 જૂન, ર0ર0ના રોજ તંત્ર સાથે જરૂરી સંકલન કરી અમરેલી જિલ્‍લાના ખેડૂતોને ખાતરનો જથ્‍થો વિના વિલંબે મળી રહે તે માટે પરામશ કરેલ હતો. સાંસદે આ તકે પીપાવાવ પોટ ખાતે પડેલ યુરીયા ખાતરમાંથી ખેડૂતોના હિતાર્થે રાજુલા તાલુકા સંઘને જરૂરીયાત મુજબનું ખાતર આપવા માટે કોન્‍ટ્રાકટરને જરૂરી સૂચનાઓ આપેલ હતી.

સાંસદ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છતા પોટના કોન્‍ટ્રાકટર તરફથી વિલંબ કરાતા આજે સાંસદ નારણભાઈ કાછડીયા, પૂવ ધારાસભ્‍ય હીરાભાઈ સોલંકી અને તાલુકા ભાજપ પ્રમુખ હરસુરભાઈ લાખણોત્રા પીપાવાવ પોટ ખાતે રૂબરૂ દોડી ગયેલ હતા.

આ તકે, નારણભાઈ કાછડીયા અને હીરાભાઈ સોલંકીએ ઈફકોના અધિકારીઓ સાથે જરૂરી ટેલીફોનીક વાત કરી પોટ ખાતે ઉપસ્‍થિત અધિકારીઓ અને કોન્‍ટ્રાકટરને કામગીરી ન કરવા બદલ તાકીદ કરેલ હતી અને બંને પદાધિકારીઓએ પોટ ખાતે ઉપર ઉભા રહી રાજુલા તાલુકા ખરીદ વેચાણ સંઘની ગાડી ભરાવેલ હતી.

આ તકે સાંસદે જણાવેલ હતુ કે, અમરેલી જિલ્‍લાના પીપાવાવ પોટ ખાતે પુષ્‍કળ પ્રમાણમાં ખાતર પડેલ હોય જેથી જિલ્‍લાની મંડળીઓ અને સંઘનેપ્રાયોરીટીથી ખાતર મળવુ જોઈએ. આ માટે અમારા તરફથી કરવામાં આવેલ રજૂઆતના અનુસંધાને આવનારા દિવસોમાં જિલ્‍લાના ખેડૂતોને ખાતર માટે હેરાન થવુ પડશે નહી કે કોઈપણ પ્રકારનો વિલંબ થશે નહી અને જિલ્‍લાના તમામ ખરીદ વેચાણ સંઘ અને મંડળીઓને પ્રાયોરીટી આપી ખાતર આપવામાં આવશે તેવી ઉપસ્‍થિત અધિકારીઓએ બાહેંધરી આપેલ છે.

error: Content is protected !!