સમાચાર

આ દેખે જરા : સંઘાણી અને ધાનાણી વચ્‍ચે પરોક્ષ લડાઈ થશે : પક્ષનાં ઉમેદવારને ધારાસભ્‍ય બનાવવા એડી-ચોટીનું જોર લગાવશે

ધારી-બગસરા વિધાનસભાની આગામી દિવસોમાં યોજાનારી પેટા ચૂંટણીમાં

આ દેખે જરા : સંઘાણી અને ધાનાણી વચ્‍ચે પરોક્ષ લડાઈ થશે

બન્‍ને આગેવાનો પોતાના પક્ષનાં ઉમેદવારને ધારાસભ્‍ય બનાવવા એડી-ચોટીનું જોર લગાવશે

કોંગી નેતા બેઠક જાળવી રાખવા અને ભાજપી નેતા કોંગ્રેસ પાસેથી બેઠક છીનવી લેવા પ્રયત્‍ન કરશે

કોંગ્રેસ અને ભાજપનાં મહત્‍વનાં નેતાઓ વચ્‍ચે આગામી દિવસોમાં કાંટે કી ટકકર થવાની શકયતાઓ

અમરેલી, તા. ર7

ધારી-બગસરા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આગામી 100 દિવસ બાદ યોજાઈ શકે તેવી શકયતાઓ વચ્‍ચે આ બેઠકનો ચૂંટણીજંગ ભાજપ-કોંગ્રેસનાં ઉમેદવાર કરતાં બન્‍ને પક્ષનાં મહત્‍વનાં આગેવાનો વચ્‍ચે જામશે તેવું રાજકીય નિરીક્ષકો માની રહૃાા છે.

ભાજપ તરફથી જે કોઈપણની ઉમેદવાર તરીકે પસંદગી થાય પરંતુ તેને વિજેતા બનાવવાની જવાબદારી ભાજપનાં કદાવર નેતા દિલીપ સંઘાણીની રહેશે જયારે કોંગી ઉમેદવાર જે કોઈ હોય પરંતુ તેને વિજેતા બનાવવાની જવાબદારી વિપક્ષી નેતા પરેશ ધાનાણીની રહેશે. બન્‍ને આગેવાનો વચ્‍ચે પરોક્ષ લડાઈ થવાની તે નિશ્ચિત છે.

દિલીપ સંઘાણીએ પરેશ ધાનાણીને વર્ષ ર007માં યોજાયેલ અમરેલી વિધાનસભાની ચૂંટણીમાં પરાજયનો સ્‍વાદ ચખાડયો હતો તો પરેશ ધાનાણીએ વર્ષ ર01રની અમરેલી વિધાનસભાનીચૂંટણીમાં દિલીપ સંઘાણીને પરાજય આપીને હાર-જીતનો સ્‍કોર બરોબર કરી લીધો છે.

હવે આગામી દિવસોમાં પૂનઃ બન્‍ને પક્ષનાં મહત્‍વનાં નેતાઓ વચ્‍ચે પ્રત્‍યક્ષ નહી બલ્‍કે પરોક્ષ રાજકીય જંગ જામવાનો હોય કયાં નેતા સફળ રહે છે તેના પર અમરેલી જિલ્‍લાનાં નહી બલ્‍કે સમગ્ર રાજયમાં ભાજપ- કોંગ્રેસનાં કાર્યકરોની નજર મંડાયેલી હશે તે કહેવું અસ્‍તાને નથી.

error: Content is protected !!