સમાચાર

લૂંટ કરી ફરાર થયેલ બન્‍ને આરોપીઓને દબોચી લેવાયા

પોલીસ અધિક્ષકનાં માર્ગદર્શનતળે એલસીબી, એસઓજીનો સપાટો

અમરેલીનાં માંગવાપાળ નજીક લૂંટ કરી ફરાર થયેલ બન્‍ને આરોપીઓને દબોચી લેવાયા

ગણતરીની કલાકોમાં જ લૂંટનાં આરોપીને દબોચવામાં સફળતા મળી

અમરેલી, તા. ર7

ગઇ તા. રપ/06/ર0ર0 ના રોજ વડીયા તાલુકાના લુણીધાર ગામના મનસુખભાઇ કરશનભાઇ સોલંકી અમરેલી માર્કેટીંગ યાર્ડમાં મજુરી કામ કરી પોતાના ઘરે જવા માટે અમરેલીનાં કુંકાવાવ જકાતનાકા પાસે ઉભા હતાં તે દરમ્‍યાન બે અજાણ્‍યા શખ્‍સો મોટર સાયકલ લઇ ત્‍યાંથી પસાર થયેલ અને મનસુખભાઇને મોટી કુંકાવાવ સુધી જઇએ છીએ, તમને ત્‍યાં ઉતારી દઇશું તેમ કહી મોટર સાયકલમાં વચ્‍ચે બેસાડી, માંગવાપાળ ગામના પાટીયાથી થોડે આગળ મોટર સાયકલ ઉભું રાખી મનસુખભાઇની પાસેથી રોકડા રૂા. ર800/- તથા નોકીયા કંપનીનો મોબાઇલ ફોન લુંટી લીધેલ અને એક વાડીમાં લઇ જઇ વધુ રૂપિયા કઢાવવાગાળો આપી, જાનથી મારી નાંખવાની ધમકી આપી,                ઢીકાપાટુથી તથા સોટી વડે માર મારી બેભાન જેવા કરી દઇ જતા રહેલ. આ અંગે મનસુખભાઇની ફરિયાદ પરથી બે અજાણ્‍યા ઇસમો વિરૂઘ્‍ધ અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનમાં લુંટનો ગુન્‍હો રજી. થયેલ.

અમરેલીપોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે ઉપરોકત લુંટનો ગુન્‍હો અનડીટેકટ હોય, ગુન્‍હાની વિગતોનો ઉંડાણપુર્વક અભ્‍યાસ કરી, આ ગંભીર પ્રકારના ગુન્‍હાને ડીટેકટ કરવા અમરેલી એલ.સી.બી, એસ.ઓ.જી, અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનની અલગ અલગ ટીમો બનાવી જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને અજાણ્‍યા આરોપીઓ અંગે તપાસ હાથ ધરવામાં આવેલ.

અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. આર.કે. કરમટા તથા પો.સ.ઇ. પી.એન. મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા આરોપીઓએ લુંટ કરતા પહેલા એસ્‍સાર કંપનીના પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવેલ હોય, તેના સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ મેળવી, ટેકનીકલ રીતે તપાસ હાથ ધરી, આજરોજ અમરેલી કુંકાવાવ જકાતનાકા, ઠેબી નદીના પુલ પાસેથી બંને આરોપીઓને મોટર સાયકલ તથા લુંટમાં ગયેલ મુદ્‌ામાલ સાથે પકડી પાડવામાં સફળતા મેળવેલ છે.

અજય ઉર્ફે કાનો ચિનુભાઇ લાલકીયા, ફૈઝલ ઇલીયાસભાઇ પારેખની અટકાયત કરેલ છે.

આરોપી પાસેથી નોકીયા કંપનીનોમોબાઇલ ફોન- 1, કિંમત રૂા. પ00 તથા રોકડા રૂા. 1600 તથા લુંટ કરવા માટે ઉપયોગમાં લેવાયેલ હીરો શાઇન મોટર સાયકલ રજી. નંબર જી.જે.14 એ.ઇ. 3331, કિંમત રૂા. ર0,000 મળી કુલ કિંમત રૂા. રર,100 નો મુદ્દામાલ કબ્‍જે કરવામાં આવેલ છે.

error: Content is protected !!