સમાચાર

ધારીનાં પૂર્વ ધારાસભ્‍ય જે.વી. કાકડીયા ભાજપમાં જોડાયા

પ્રદેશ ભાજપનાં કાર્યાલય ‘‘કમલમ્‌” ખાતે કેસરીયો ધારણ કર્યો

ધારીનાં પૂર્વ ધારાસભ્‍ય જે.વી. કાકડીયા ભાજપમાં જોડાયા

ભાજપનો છેલ્‍લા ર0 વર્ષથી વિરોધ કરનાર જે.વી. કાકડીયા હવે ભાજપનાં ગુણગાનમાં જોડાયા

પ્રદેશ ભાજપનાં પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કદાવર નેતા દિલીપ સંઘાણીની ઉપસ્‍થિતિમાં જે.વી. કાકડીયાનું સ્‍વાગત કર્યુ

આગામી પેટાચૂંટણીમાં ભાજપ જે.વી. કાકડીયાને કમળનાં નિશાન પર ચૂંટણી લડાવે તેવી પ્રબળ શકયતાઓ

અમરેલી, તા. ર7

ધારી-બગસરાનાં પૂર્વ ધારાસભ્‍યએ થોડા મહિના પહેલાં કોંગ્રેસપક્ષ અને ધારાસભ્‍યપદેથી રાજીનામુ ધરી દઈને અપેક્ષા પ્રમાણે આજે તેઓ વિધિવત ભાજપમાં જોડાઈ ગયા છે.

પ્રદેશ ભાજપનાં કાર્યાલય ભભકમલમભભ ખાતે આજે ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જિલ્‍લા ભાજપનાં કદાવર નેતા દિલીપ સંઘાણી, જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાની ઉપસ્‍થિતિમાં પૂર્વ ધારાસભ્‍ય જે.વી. કાકડીયાનું ભાજપમાં કેસરી ખેસ પહેરાવીને સ્‍વાગત કર્યુ હતું.

ભાજપનો છેલ્‍લા ર0 વર્ષથી વિરોધ કરતાં જે.વી. કાકડીયાએ હવે ભાજપનાં ગુણગાન ગાવાનું શરૂ કર્યુ છે અને સંભવત તેઓને ધારી-બગસરાની પેટાચૂંટણીમાં ભાજપ ઉમેદવાર બનાવીને ભભકમળભભનાં નિશાન પર ચૂંટણી લડાવે તેવી શકયતાઓ જોવા મળી રહી છે.

ભાજપમાં સરળતાથી પ્રવેશ મેળવનાર જે.વી. કાકડીયા પૂનઃ વિધાનસભામાં પ્રવેશવા માટે ધારાસભ્‍ય બને છે કે કેમ તે માટે સમયની રાહ જોવી રહી.

error: Content is protected !!