સમાચાર

માંગવાપાળ ગામ નજીક ર અજાણ્‍યા બાઈક સવારો લૂંટ ચલાવી ફરાર

લુણીધાર ગામનાં શ્રમિકને ભોળવી બાઈકમાં બેસાડી ગયા બાદ

અમરેલીનાં પાદરમાં આવેલ માંગવાપાળ ગામ નજીક ર અજાણ્‍યા બાઈક સવારો લૂંટ ચલાવી ફરાર

શ્રમિક આધેડને બેફામ મારી વાડીમાં મુકીને નાશી છુટયા

અમરેલી, તા. ર6

વડીયા તાલુકાનાં લુણીધાર ગામે રહેતા અને અમરેલીનાં માર્કેટયાર્ડમાં વેપારીની પેઢીમાં મજુરી કામ કરતાં મનસુખભાઈ કરશનભાઈ સોલંકી નામના પપ વર્ષીય આધેડ ગઈકાલે રાત્રીનાં સમયે અમરેલીનાં કુંકાવાવ જકાતનાકા પાસે વાહનની રાહ જોઈ ઉભા હતા. ત્‍યારે એક મોટર સાયકલ ઉપર બે અજાણ્‍યા શખ્‍સો ત્‍યાં આવી આ આધેડને કયાં જવું છે તેમ કહી પોતાના મોટર સાયકલ બેસાડી લીફટ આપી અમરેલીતાલુકાનાં માંગવાપાળ ગામનાં પાટી પાસે શખ્‍સોએ મોટર સાયકલ ઉભુ રાખી આધેડને માર મારી, કપડા કઢાવી આધેડ શ્રમિક પાસે રહેલ 4 દિવસની મજુરીનાં રોકડ રૂા. ર800 તથા મોબાઈલ ફોનની લૂંટ ચલાવી નજીકમાં આવેલ એક વાડીમાં લઈ જઈ સોટી વડે વધુ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી આ બન્‍ને ઈસમો પોતાના હવાલાવાળા મોટર સાયકલ ઉપર નાશી ગયા હતા.

થોડીવાર બાદ વાડીવાળા ભાઈએ આવી ઘવાયેલ આધેડને નામ-ઠામ પુછી તેમનાં પરિવારને જાણકરી તથા એમ્‍બ્‍યુલન્‍સ 108ને બોલાવી સારવાર માટે અત્રેના દવાખાને ખસેડલ હતા. આ બનાવ અંગે આધેડે આ અજાણ્‍યા મોટર સાયકલ ચાલકે બે શખ્‍સો સામે લૂંટ ચલાવી માર માર્યાની ફરિયાદ અમરેલી સીટી પોલીસમાં નોંધાવતા પોલીસે આ બન્‍ને લૂંટારૂઓને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!
%d bloggers like this: