સમાચાર

પાળીયાદ વિસામણ બાપુની જગ્‍યામાંથી માટી અને પવિત્ર કુંડનું જળ અયોઘ્‍યા મંદિર માટે મોકલાયા

અયોઘ્‍યામાં ભગવાન શ્રીરામ ના ભવ્‍ય મંદિર નિર્માણનું હિન્‍દુ સમાજનું સ્‍વપ્‍ન પૂર્ણ થવા જઇ રહયું છે. ત્‍યારે આગામી દિવસોમાં શ્રી રામલ્‍લાના ભવ્‍ય મંદિર નિર્માણ કાર્ય શરૂ થઇ રહયું છે. ત્‍યારે આગામી દિવસોમાં શ્રી રામલલ્‍લાના ભવ્‍ય મંદિર નિર્માણ કાર્ય શરૂ થઇ રહયું છે તે કાર્યમાંસમગ્ર દેશનો હિન્‍દુ સમાજ સદાય જોડાયેલો રહે તે હેતુથી અયોઘ્‍યા ખાતે શ્રીરામ મંદિરના પાયામાં દેશના દરેક પવિત્ર તીર્ર્થસ્‍થળની માટી અને પવિત્ર કુંડ/સરોવરનું જળ પૂજન સાથે અર્પણ કરવા માટે પ.પૂ. સંતો તથા કેન્‍દ્રીય ભારતની ટીમનું આહવાન છે. ત્‍યારે ભાવનગર તેમજ બોટાદ જિલ્‍લા વિશ્‍વ હિન્‍દુ પરિષદ તેમજ બજરંગદળ દ્વારા     પાળીયાદની પ્રખ્‍યાત દેહાણ શ્રી વિસામણ બાપુની જગ્‍યાના મહંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્‍વર નિર્મળાબા ઉનડ બાપુના હસ્‍તે તેમજ ભાઇ શ્રી ભયલુભાઇ તેમજ શ્રી પૃથ્‍વીરાજ બાપુના હસ્‍તે જગ્‍યાની પવિત્ર માટી અને જળનું અર્પણ કરવામાં આવ્‍યું ને પૂજન સાથે વિધિવત રીતે આ દેહાણ પવિત્ર જગ્‍યાની માટી ને જળ અયોઘ્‍યા શ્રીરામ લલ્‍લાની જન્‍મભૂમિ સુધી પહોંચે એ આશય સાથે પૂ. શ્રી બા ખુબ ખુશી વ્‍યકત કરી હતી. જેમાં રસિકભાઇ કળજરીયા. મહામંત્રી ભાવનગર જિલ્‍લા વિશ્‍વ હિન્‍દુ પરિષદ, હર્ષદભાઇ કળજરીયા, સહમંત્રી ઓમ, મનસુખભાઈ જાદવ સહ સંયોજક બજરંગદળ, ધીરૂભાઇ ખોખરીયા, સતવારા સમાજના આગેવાન, ભુપતભાઇ ધાધલ ઇન્‍સ્‍પેકટર માર્કેટીંગયાર્ડ, દેવકુભાઇ ખાચર ઉપપ્રમુખ જિલ્‍લા ભાજપ બક્ષીપંચ મોરચા, નિરૂભા ગઢવી લોકસાહિત્‍યકાર, મોન્‍ટુભાઇ માળી અઘ્‍યક્ષ વિશ્‍વ હિન્‍દુ પરિષદ બોટાદ જિલ્‍લા. મહેન્‍દ્રભાઇ જોષી મંત્રી, મહેશભાઈ કાંજરીયા અઘ્‍યક્ષ બજરંગદળ, ચંદ્રકાંતભાઇ જાનીપ્રમુખ ધર્મચાર્ય સંપર્ક, હરિહરભાઇ જોષી કોષાઘ્‍યક્ષ જિલ્‍લા હાજર રહયા હતા.

error: Content is protected !!