સમાચાર

ધર્મઅને ધાર્મિક ભાવનાઓ સાથે રમત રમવી એ ભાજપની પરંપરા છે : ધારાસભ્‍ય ઠુંમર

જગન્‍નાથજીની રથયાત્રાને લઈને પણ પ્રશ્‍ન ઉપસ્‍થિત કર્યો

ધર્મઅને ધાર્મિક ભાવનાઓ સાથે રમત રમવી એ ભાજપની પરંપરા છે

ધારાસભ્‍ય ઠુંમરનાં શાબ્‍દિક પ્રહારો

અમરેલી, તા.રપ

રાજયમાં અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્‍નાથજીની ભવ્‍ય રથયાત્રા    નીકળે છે અને મોટી સંખ્‍યામાં ભાવિકો ભગવાનના દર્શન કરી ધન્‍યતા અનુભવે છે. ત્‍યારે આ વર્ષે કોરોના મહામારીના કારણે રથયાત્રા નહીં નીકળતા લોકોમાં ભારે નિરાશા પ્રસરી ગઈ હતી.

ત્‍યારે ભગવાન જગન્‍નાથજીની રથયાત્રા અમદાવાદમાં નહીં નીકળવાના કારણે મંદિરમાં મહંત દિલીપદાસજી મહારાજના આ નિવેદન પર ફરી મીડિયા સામે જણાવ્‍યું હતું કે મારો ભરોસો તૂટયો છે ત્‍યારે ભગવાન જગન્‍નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજના આ નિવેદન પર રાજનીતિ શરૂ થઈ છે. લાઠી બાબરાના ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરે નિવેદન આપતા જણાવ્‍યું હતું કે ભગવાનની રથયાત્રા નો નીકળી શકી તે માટે એક સંત વ્‍યથિત થાય તે સ્‍વાભાવિક છે કારણ કે ભગવાનની રથયાત્રા સાથે નેમની આસ્‍થા જોડાયેલી હોય છે.

કોરોના મહામારીનું સંક્રમણ અમદાવાદમાં વધુ હોય તેવા સમયે અમદાવાદના જાહેર માર્ગમાં રથયાત્રાનું આયોજન નો કરી શકાય તે પણ એક વાસ્‍તવિકતા છે. પણ પૂજય બાપુનું રથયાત્રા બાબતે નિવેદન એક સૂચક નિવેદન છે અને તે રાજય સરકાર સામે ગર્ભિત ઈશારો કરે છે ત્‍યારે ભાવિકો અને શ્રઘ્‍ધાળુઓનેજાણકારી માટે પૂજય બાપુએ ખુલીને બોલવું જોઈએ અને જણાવવું જોઈએ કે કોણ રમત રમી ગયું અને કોણે ભરોસો તોડયો છે.

error: Content is protected !!
%d bloggers like this: