સમાચાર

લાઠીનાં પિતા-પુત્ર અને સાવરકુંડલાનાં પુરૂષ અને વૃઘ્‍ધાનો રીપોર્ટ પોઝિટિવ

લાઠીનાં પિતા-પુત્ર અને સાવરકુંડલાનાં પુરૂષ અને વૃઘ્‍ધાનો રીપોર્ટ પોઝિટિવ

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં કેસ ઝડપથી વધતા ચિંતા

જિલ્‍લામાં કોરોના પોઝિટિવ દર્દીનો આંક 49 સુધી પહોંચી ગયો હોય ચિંતાનું વાતાવરણ

માસ્‍ક ન પહેરીને સોશ્‍યલ ડિસ્‍ટન્‍સનો ઉલાળીયો કરનાર વ્‍યકિતઓ ગંભીર બને તે જરૂરી છે

દિભઉગેને કોઈને કોઈ સ્‍થળેથી કેસ બહાર આવશે તો એકાદ મહિનામાં ગંભીર પરિસ્‍થિતિનાં એંધાણ જોવા મળે છે

અમરેલી, તા. ર4

અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા એક મહિનાથી દિભઉગેને કોઈને કોઈ સ્‍થળેથી કોરોના પોઝિટિવ દર્દી સામે આવી રહૃાા છે. આજે લાઠીનાં પિતા-પુત્ર અને સાવરકુંડલાનાં પુરૂષનો રીપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્‍લામાં પોઝિટિવ દર્દીનો આંક 49 સુધી પહોંચી ગયો છે.

અમરેલી જિલ્‍લો પ્રથમ લોકડાઉનનાં એકથી દોઢ મહિનાસુધી કોરોનાથી મુકત રહૃાા બાદ અમદાવાદ, સુરત, મુંબઈથી અવર-જવર કરવાની મંજુરી મળતાં જ જિલ્‍લામાં દોઢથી બે લાખ વ્‍યકિતઓ મહાનગરોમાંથી આવતાં ક્રમશઃ કોરોનાનું સંક્રમણ આગળ વધીને આજે જિલ્‍લામાં 49 કેસ નોંધાઈ ચુકયા હોય અને દિભઉગેને કોઈને કોઈ સ્‍થળેથી પોઝિટિવ દર્દી બહાર આવતાં આગામી થોડા દિવસોમાં ગંભીર પરિસ્‍થિતિ ઉભી થાય તેવું લાગી રહૃાું છે.

ગઈકાલે જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ આયુષ ઓક અને જિલ્‍લા વિકાસ અધિકારી તેજસ પરમારે પૂનઃ જિલ્‍લાની જનતાને તકેદારી રાખવા અનુરોધ કર્યો છે.

અમરેલી જિલ્‍લામાં હજુ પણ સેંકડો વ્‍યકિતઓ કોરોનાની ગંભીરતા સમજતા નથી. માસ્‍ક પહેરવામાં શરમ અનુભવતાં અમુક શખ્‍સો સોશ્‍યલ ડિસ્‍ટન્‍સનો પણ       ઉલાળીયો કરતાં જોવા મળી રહૃાા છે. બેફિકર બનીને ફરતાં મુઠ્ઠીભર વ્‍યકિતઓ તેમના પરિવાર, પડોશી, સંબંધીઓ માટે આફતરૂપ બની રહૃાા છે.

તદુઉપરાંત અનેક વ્‍યકિતઓ અમદાવાદ, સુરત કે મુંબઈથી આવીને પણ નોંધણી કરાવતા નથી. કોરોના સંક્રમણ સામેની લડાઈમાં દરેક વ્‍યકિતએ જોડાવવું જોઈએ માત્ર સરકાર કે સરકારી અધિકારીઓને જવાબદારી સોંપીને જનતા જનાર્દન કોઈ સહયોગ ન આપે તો કોરોનાનું સંક્રમણ વધશે તેમાં કોઈ શંકા નથી.

error: Content is protected !!