સમાચાર

શરદી, ઉધરસ, તાવ હોય તો આરોગ્‍ય વિભાગનો સંપર્ક કરો : જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ આયુષ ઓક અને જિલ્‍લા વિકાસ અધિકારી તેજસ પરમારનો અનુરોધ

જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ આયુષ ઓક અને જિલ્‍લા વિકાસ અધિકારી તેજસ પરમારનો અનુરોધ

શરદી, ઉધરસ, તાવ હોય તો આરોગ્‍ય વિભાગનો સંપર્ક કરો

કોરોના પોઝિટિવનાં સંપર્કમાં આવેલ હોય તેઓએ સામેથી આરોગ્‍ય વિભાગનો સંપર્ક કરવો

કોઈ વ્‍યકિત અન્‍ય શહેરોમાંથી જિલ્‍લામાં આવે તો તુરત જ તેની નોંધણી કરાવે

અમરેલી, તા. ર3

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં દર્દીઓની સંખ્‍યા સતત વધતાં ચિંતાનો માહોલ ઉભો થયો હોય જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ અને જિલ્‍લા વિકાસ અધિકારીએ જિલ્‍લાની જનતાને જાહેર સંદેશ પાઠવીને કોરોના સામે તકેદારી રાખવા અનુરોધ કર્યો છે.

જિલ્‍લા કલેકટર આયુષ ઓક અને જિલ્‍લા વિકાસ અધિકારી તેજસ પરમારે પ્રજાજોગ સંદેશામાં જણાવ્‍યું હતું કે, અમરેલી વહીવટી તંત્રના ઘ્‍યાને આવ્‍યું છે કે કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકો સામે ચાલીને તંત્રને જાણ કરતા ડરે છે. એમને એવો ભય છે કે અમનેકવોરેન્‍ટાઈન કરશે કે કેમ. આથી કલેકટરે તમામ અમરેલીવાસીઓને અપીલ કરી હતી કે આ મહામારી સામે સૌએ સાથે મળી લડવાનું છે અને તંત્રને મદદરૂપ થવાનું છે.

વધુમાં જણાવ્‍યું હતું કે, કોઈ પણ વ્‍યકિત કે વ્‍યકિતઓની આજુબાજુમાં કોઈને પણ તાવ-શરદી-ખાંસ કે ગળામાં દુઃખાવા જેવા લક્ષણો દેખાય તો તરત જ નજીકના આરોગ્‍ય કેન્‍દ્રનો સંપર્ક કરવાનો રહેશે. જેથી તાત્‍કાલિક સારી સારવાર મળી રહે. આવી માહિતી છુપાવવાથી કે મોડી આપવાથી ખૂબ જ મોટું નુકસાન થઈ શકે છે અને અમરેલી જિલ્‍લામાં કોરોનાનો વ્‍યાપ ઝડપથી વધી શકે છે.

સેલ્‍ફ રિપોર્ટીંગ ઉપર ભાર મુકતા કહૃાું હતું કે, માસ્‍ક અને સોશ્‍યલ ડીસ્‍ટન્‍સની સાથે સાથે સેલ્‍ફ રિપોર્ટીંગ પણ એટલું જ મહત્‍વનું છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીના સંપર્કમાં આવેલા વ્‍યકિતઓ તાત્‍કાલિક સામે ચાલીને જો માહિતી આપે તો મૃત્‍યુદર ઉપર નિયંત્રણ રાખી શકાય. આજુબાજુમાં કોઈને પણ તાવ-શરદી-ખાંસી કે ગળામાં દુઃખાવા જેવા લક્ષણો દેખાય તો તરત જ નજીકના આરોગ્‍ય કેન્‍દ્રનો સંપર્ક કરવા તેમજ કોઈ પણ વ્‍યકિત અન્‍ય જિલ્‍લા કે રાજયમાંથી આવ્‍યા હોય તો તેની આરોગ્‍યના કંટ્રોલ રૂમ નંબર 0ર79ર-રર8ર1ર તથા 8ર380 0રર40 અથવા રાજયની હેલ્‍પલાઈન 104 કે કેન્‍દ્રની હેલ્‍પલાઈન 107પ ઉપર જાણ કરવા અપીલ કરીહતી.

error: Content is protected !!