સમાચાર

અમરેલીની બજારોમાં એસ.પી. નિર્લિપ્‍ત રાયની ઉપસ્‍થિતિમાં બુધવારે  વેપારીઓને ફેસ શીલ્‍ડનું વિતરણ

ડો. ભરત કાનાબાર અને પી.પી. સોજીત્રાની ટીમ દ્વારા સંવેદના ટ્રસ્‍ટ સુરતના સહયોગથી

અમરેલીની બજારોમાં એસ.પી. નિર્લિપ્‍ત રાયની ઉપસ્‍થિતિમાં બુધવારે  વેપારીઓને ફેસ શીલ્‍ડનું વિતરણ

અમરેલી, તા.રર

અમરેલી જિલ્‍લામાં પ્રતિદિન કોરોનાના નવા નવા દર્દીઓ ઉમેરાય રહયા છે. અત્‍યાર સુધીમાં 44 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. જેમાંથી મોટાભાગના દર્દીઓ યા તો અમદાવાદ, સુરત કે મુંબઈથી આવેલા છે યા તો બહારથી આવેલ કોઈના સંપર્કમાં આવ્‍યા છે. ત્રણ-ચાર કેસમાં કોઈ ટ્રાવેલ હીસ્‍ટરી મળતી નથી. કોના સંપર્કથી કોરોનાના વાઈરસનું ઈન્‍ફેકશન લાગ્‍યું તે જાણી શકાયું નથી. આમ દિન પ્રતિદિન હવે આપણા જિલ્‍લામાં કોરોનાના સંદર્ભમાં ખૂબ જ ગંભીર પરિસ્‍થિતિ ઉભી થાય તેવા અણસાર મળી રહયા છે. દરેક વ્‍યકિત પોતાની કાળજી પોતે લે તો જ સલામત રહી શકાય તેવી પરિસ્‍થિતિ છે. આપણા સંપર્કમાં આવતી કઈ વ્‍યકિત કોરોનાના વાઈરસના કેરીયર છે તે જાણવું અશકય છે. એટલે સામે મળનાર દરેક વ્‍યકિત આપણને કોરોનાના વાઈરસની ભેટ આપી શકે તેમ છે તેવું વિચારીને આપણે કાળજી રાખીશું તો જ સંભવિત ઈન્‍ફેકશનથી બચી શકાશે.

માસ્‍ક યા મોઢા-નાકને ઢાંકતું કપડું આ માટેનું બચાવનું સૌથી મહત્‍વનું હથિયાર છે. એમાં પણ ખાસ કરીને જે લોકોદિવસ દરમિયાન ખૂબ ઝાઝા લોકોના સંપર્કમાં આવે તેમના માટે આ સાવચેતી અનિવાર્ય બની જાય છે. આવા લોકો માસ્‍ક ઉપરાંત પ્‍લાસ્‍ટિકનું ફેસ શીલ્‍ડ વધારાનું પહેરે તો તેને ડબલ પ્રોટેકશન (રક્ષણ) મળી શકે. જે જે લોકોને દિવસ દરમિયાન પ0-100 લોકોને મળવાનું થાય તેવા તમામ લોકો માસ્‍ક ઉપરાંત ફેસ શીલ્‍ડ પહેરે તો તેમને પોતાને પણ રક્ષણ       મળશે અને વધારામાં તેમનો પરિવાર અને તેમના સંપર્કમાં આવતા લોકોની સલામતી વધશે. આવી વ્‍યકિત જો કોરોનાનો શિકાર બનશે તો તે વ્‍યકિત ભભસુપરસ્‍પ્રેડરભભ બની સમાજ માટે પણ જોખમકારક પુરવાર થાય.

અમદાવાદમાં લોકડાઉન દરમિયાન શાકભાજીની લારી લઈ વિવિધ વિસ્‍તારોમાં ફરતાં ફેરીયાઓ ભભસુપરસ્‍પ્રેડરભભ બનીને કોરોનાને ફેલાવવામાં ખૂબ મુખ્‍ય ભૂમિકા ભજવેલ. આવોજ દાખલો ઈન્‍દોરની શરાફા બઝારમાં બેસતાં પ્રખ્‍યાત સમોસા વેચનાર દુકાનદારનો છે. લોકડાઉન હળવું થતાં પ્રથમ દિવસે જ લગભગ પ00થી વધુ લોકો તેના પ્રખ્‍યાત સમોસા મેળવવા દુકાને પહોંચી ગયા અને બીજા દિવસે તેનો કારીગર કોરોના પોઝિટિવ આવતાં ઈન્‍દરોમાં ફડફડાટ થઈ ગયો હતો. આમ દિવસ દરમિયાન ઝાઝા લોકોનાં સંપર્કમાં આવતાં તમામ લોકો આ રીતે ભભસુપરસ્‍પ્રેડરભભ બનવાની શકયતાઓ ધરાવતા હોય છે અને આવા લોકોને ડબલ પ્રટેકશન મળી રહે તે ખુબજરૂરી છે. તેથી આવા લોકોને માટે ડો. ભરત કાનાબાર અને પી.પી. સોજીત્રાની ટીમ દ્વારા ભભફેસ શીલ્‍ડભભનું વિના મૂલ્‍યે વિતરણ કરાનાર છે. આ બન્‍ને આગેવાનો તેમની ટીમના સભ્‍યો સાથે આવતીકાલે તા.ર4ને બુધવારે અમરેલીની બજારોમાં ફરી દરેક દુકાનમાં વેપારીઓને ફેસ શીલ્‍ડનું વિતરણ કરશે.

આવતી કાલેે સવારે 11 વાગ્‍યે રાજકમલ ચોકથી શરૂ થનાર આ વિતરણનો પ્રારંભ અમરેલીના જાંબાઝ એસ.પી. નિર્લિપ્‍ત રાયની ઉપસ્‍થિતિમાં કરાશે. અમરેલીના વેપારીઓ ઉપરાંત પેટ્રોલપંપ પરના કર્મચારીઓ, રેસ્‍ટોરન્‍ટના ડીલીવરી બોય, અમરેલીના શાકભાજીના વેપારીઓ, લારી ગલ્‍લા પરના વેપારીઓ, એસ.ટી. બસોના કંડકટર અને ડ્રાઈવરોને તથા અમરેલીના હેર કટીંગ સલુનોના કારીગરોને પણ આ ફેસ શીલ્‍ડ વિનામૂલ્‍યે અપાશે.

error: Content is protected !!