સમાચાર

અમરેલીમાં કોવિડ-19નાં વધુ 4 કેસ નોંધાયા : કુલ 39

કુલ 4નાં મૃત્‍યુ, 14 ડિસ્‍ચાર્જ અને ર1 સક્રીય કેસ

અમરેલીમાં કોવિડ-19નાં વધુ 4 કેસ નોંધાયા : કુલ 39

અમરેલીની સંધી સોસાયટીમાં 10 દિવસ પહેલા અમદાવાદથી આવેલા પુરૂષનો રીપોર્ટ પોઝિટિવ

અમદાવાદ અને રાજકોટની ટ્રાવેલ હિસ્‍ટ્રી ધરાવતા સાવરકુંડલાનાં યુવકનો રીપોર્ટ પોઝિટિવ

અમરેલી, તા. ર0

તા. ર0 જુનના અમરેલી જિલ્લામાં કોવિડ-19ના વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયેલ છે. 10 દિવસ પહેલા અમદાવાદથી આવેલા અમરેલી શહેરની સિંધી સોસાયટીના પપ વર્ષીય પુરુષ, 18 જૂનના અમદાવાદથી આવેલા નવા ખીજડિયાના પ0 વર્ષીય પુરુષ, અમદાવાદ અને રાજકોટની ટ્રાવેલ હિસ્‍ટ્રી ધરાવતા સાવરકુંડલાના 33 વર્ષીય પુરુષ અને 14 જૂનના અમદાવાદથી આવેલા કુંકાવાવના બાંટવા-દેવલીના 40 વર્ષીય     પુરૂષના કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્‍યા છે. આમ, જિલ્લામાં કુલ 4 દર્દીઓના દુઃખદ અવસાન થયા છે    અને 14 દર્દીઓ કોરોના સામે                 જંગ જીતી ઘરે ગયા છે. કુલ 39 પોઝિટિવ કેસમાંથી હાલ ર1 એકિટવ કેસ છે.

હાલ, આ દર્દીના સંપર્કમાં આવેલા તમામને કોરેન્‍ટાઇન કરવાની તેમજ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્‍તારને કંટેઇન્‍મેન્‍ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાઈ છે.

error: Content is protected !!