સમાચાર

અમરેલી જિલ્‍લામાં ખાણી-પીણીનાં રેંકડી ધારકો મુશ્‍કેલીમાં

કોરોનાનાં કારણે લાગુ થયેલ લોકડાઉનમાં ધંધો થતો નથી

અમરેલી જિલ્‍લામાં ખાણી-પીણીનાં રેંકડી ધારકો મુશ્‍કેલીમાં

છેલ્‍લા 90 દિવસથી ખાણી-પીણીનાં રેંકડી ધારકોની આવક બંધ થતાં ગુજરાન ચલાવવું મુશ્‍કેલ

રોજે રોજ કમાણી કરતા જિલ્‍લાનાં હજારો રેંકડી ધારકોની આર્થિક હાલત અતિ દયનીય બની

રાજય સરકાર અને સેવાભાવી સંસ્‍થાઓએ મદદ કરવા આગળ આવવું જરૂરી

અમરેલી, તા.ર0

અમરેલી જિલ્‍લામાં ખાણી-પીણીની રેંકડીઓ ચલાવીને રોજે રોજનું પેટીયું રળતા હજારો વ્‍યકિતઓની છેલ્‍લા 90 દિવસથી રોજી-રોટી છીનવાઈ જતાં તેઓમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહયો હોય સરકાર કે સેવાભાવી સંસ્‍થાઓએ મદદ કરવી જોઈએ તેવી માંગ ઉભી થઈ રહી છે.

કોરોના સંક્રમણના કારણે લાગુ થયેલ લોકડાઉન અને હવે અનલોકમાં સાંજના 7 બાદ ધંધા-રોજગાર કરવા પર પ્રતિબંધ હોવાથી પાણીપૂરી, ભેળપૂરી, પાઉંભાજી, કોલ્‍ડ્રીંકસ જેવો વેપાર કરતા જિલ્‍લાના હજારો રેંકડી ધારકોની આવક સદંતર બંધ થઈ ગઈ છે.

મોટાભાગનાં રેંકડી ધારકોપરપ્રાંતના હોવાથી ઉધાર-ઉછીના પણ કરી શકતા નથી. આ અંગે દામનગરના 100 જેટલા રેંકડી ધારકોએ જયારે વ્‍યથા વર્ણવી હતી અને મદદ મળે તેવી ઈચ્‍છા વ્‍યકત કરી છે.

error: Content is protected !!
%d bloggers like this: