સમાચાર

બાબરામાં સત્તાપક્ષનાં આગેવાનોએ નિયમોનો કર્યો ઉલાળિયો

મોટી સંખ્‍યામાં કાર્યકરો અને આગેવાનો એકત્ર થયા

બાબરામાં સૌની યોજનાનાં પ્રારંભ કાર્યમાં સત્તાપક્ષનાં આગેવાનોએ નિયમોનો કર્યો ઉલાળિયો

તાલુકા કોંગ્રેસનાં અગ્રણી અમિત જોગલે કાર્યવાહીની કરી માંગ

બાબરા, તા.18

સમગ્ર દેશ જયારે કોરોના મહામારીથી પીડિત હોય પ્રધાનમંત્રી સહિત મુખ્‍યમંત્રી, જિલ્‍લા પોલીસ વડા પણ સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ રાખવાજનતાને અપીલ કરતા હોય ત્‍યારે એવા સમયમાં અમરેલીના સાંસદની આગેવાનીમાં બાબરા તાલુકા તાલુકા સૌની યોજના લિંક-4માંથી પાણી છોડવામાં આવ્‍યું ત્‍યારે ભાજપી આગેવાનોએ તમામ નિયમ નેવે મૂકીને સ્‍થાનિક આગેવાનો તેમજ સિંચાઈ વિભાગના કર્મચારીઓના ટોળા ભેગા કર્યા એવા દ્રશ્‍યો મીડિયામાં ફરતી તસ્‍વીરોમાં નજરે ચડે છે. ત્‍યારે લાઠી વિધાનસભા કોંગ્રેસ સોશ્‍યલ મીડિયા ઓર્ડીનેટર અમિત જોગલ દ્વારા સવાલ કરવામાં આવી રહયો છે કે સોશ્‍યલ ડિસ્‍ટન્‍સનું પાલન શું ખાલી સામાન્‍ય લોકોએ જ કરવાનું નાના ગરીબ અને મઘ્‍યમ વર્ગીય લોકો જો થોડી પણ ભૂલ કરે તો સરકાર દ્વારા દંડ વસૂલી અને શિક્ષાપાત્ર ગુનો નોંધવામાં આવે છે. તો હવે સાંસદ સહિત સાથી ભાજપી ટીમ ઉપર કાર્યવાહી થશે કે કેમ ? શું કાયદો કાયદાનું કામ કરશે ?

error: Content is protected !!
%d bloggers like this: