સમાચાર

બાબરા : મોટા દેવળીયાથી 1પ દિવસથી એક પરિવાર ગુમ

3 વર્ષનાં પુત્ર સાથે પતિ-પત્‍નિ કારમાં બહાર ગયા બાદ પતો નથી

બાબરા : મોટા દેવળીયાથી 1પ દિવસથી એક પરિવાર ગુમ

3પ વર્ષનો પુત્ર, 33 વર્ષીય પુત્રવધુ અને 4 વર્ષનો પૌત્ર ગુમ થતાં વૃઘ્‍ધ ચિંતામય

પરિવારનાં મોભીએ સ્‍થાનિક પોલીસમાં જાણ કરતાં તપાસનો ધમધમાટ શરૂ થયો

4 દિવસમાં પરત આવવાનું કહીને નીકળ્‍યા બાદ 1પ દિવસ સુધી પરત આવ્‍યા નહી

બાબરા, તા. 17

બાબરા તાલુકાનાં મોટા દેવળીયાગામેથી પટેલ પરિવારનાં પુત્ર-પુત્રવધુ સહિત 3 વર્ષનો પૌત્ર મળી કુલ 3 સભ્‍ય ફ્રન્‍ટી કારમાં સગા-સબંધીને ત્‍યાં જવાનું કહી ઘરેથી 1પ દિવસ પહેલા નીકળ્‍યા  બાદ છેલ્‍લા 1પ દિવસ સુધી કોઈ સંપર્ક નહી થતાં પિતા ઘ્‍વારા બાબરા પોલીસ મથકમાં પરિવારનાં સભ્‍યો ગુમ હોવા અંગે જાહેરાત કરતા સ્‍થાનિક પીઆઈ પી.આર. વાઘેલા અને પોલીસ ઈન્‍સ્‍પેકટર ગોસાઈ સહિતના ઘ્‍વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળતી વિગત મુજબ બાબરા તાલુકાનાં મોટા દેવળીયા ગામે રહેતા જેરામભાઈ ભીમજીભાઈ આદ્વોજા પટેલ (ઉ.વ. 60) ઘ્‍વારા બાબરા પોલીસમાં કરેલી જાહેરાતમાં પુત્ર જિગ્નેશભાઈ જેરામભાઈ આદ્રોજા (ઉ.વ. 3પ), પુત્રવધુ ઉમાબેન જિગ્નેશભાઈ આદ્વોજા (ઉ.વ. 33), પૌત્ર કુતાર્થ જિગ્નેશભાઈ આદ્વોજા (ઉ.વ. 4) રહે. મોટા         દેવળીયા ગત તા. 3નાં રોજ સવારે પોતાની મારૂતિ ફ્રન્‍ટી કાર નંબર જી.જે.-14-એચએફ 9116 લઈને પરિવાર સાથે સગા-વ્‍હાલામાં ફરવા જવાનું અને ચાર દિવસ પછી પરત આવવાનું કહી નીકળ્‍યા બાદ આજ સુધી નહી આવતા અને મોબાઈલ ફોન સંપર્ક નહી થવાનું જણાવી કાર સહિત ગુમ થયાની જાહેરાત કરવામાં આવી છે.

સ્‍થાનિક ગ્રામજનોમાંથી મળતી પ્રાથમિક માહિતી મુજબ ગુમ થનાર જીગ્નેશ આદ્વોજા ખાનગી           શાળાના વ્‍યવસાય સાથે જોડાયેલ છે અને લાંબા સમયથી જોવા મળેલનથી. મોટા દેવળીયા આઉટપોસ્‍ટ જમાદાર ઘ્‍વારા પરિવાર, સગા-સબંધી અને મિત્ર વર્તુળ સહિત કોલ ડીટેઈલનાં આધારે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

error: Content is protected !!