સમાચાર

અમરેલીનાં રાજમહેલનાં પટાંગણમાં માર્ગો બિસ્‍માર અને બેફામ ગંદકીનો માહોલ

ઉચ્‍ચ અધિકારીઓ જયાં બેસીને ફરજ બજાવે તેવા

અમરેલીનાં રાજમહેલનાં પટાંગણમાં માર્ગો બિસ્‍માર અને બેફામ ગંદકીનો માહોલ

મોટી સંખ્‍યામાં નાગરિકોની અવરજવર છતાં પણ ભયાનક સ્‍થિતિ

અમરેલી, તા. 16

અમરેલી જીલ્‍લા સેવા સદન (કલેકટર) કચેરીની બાજુનાં મુખ્‍ય રોડ ઉપર વરસાદી પાણીનાં મોટા-મોટા ગાબડા પડતા રાહદારીઓ અને અરજદારોને પારાવાર મુશ્‍કેલી સહન કરવી પડે છે. જીલ્‍લા સમાહર્તાની કચેરીને અડીને જ આવેલા રોડની આવી હાલત હોય તો ગામનાં માર્ગોની શી સ્‍થિતિ હશે ?

પ્રાપ્‍ત વિગત મુજબ કલેકટર કચેરીનાં જનસેવા કેન્‍દ્રમાં જવાનાં તેમજ સિવિલ હોસ્‍પિટલમાં જવાનાં મુખ્‍ય માર્ગની હાલત ગામડાનાં ધુળીયા રસ્‍તા કરતાં પણ બદતર થયેલ છે. આ રોડ ઉપર સર્જાયેલા મોટા ગાબડાઓમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો, રાહદારીઓ, દર્દીઓ અને જનસેવાકેન્‍દ્રનાં અરજદારોને પારાવાર મુશ્‍કેલી સહન કરવી પડે છે. અરજદારો અને દર્દીઓને આવા મોટા ગાબડાવાળા રોડ ઉપરથી પસાર થાય ત્‍યારે ગંદુ વરસાદી પાણી રાહદારીઓ ઉપર ઉડી રહેલ છે. કલેકટર કચેરીને અડીને જ આવેલા મુખ્‍ય રોડની હાલત આટલીહદે ખરાબ થયેલ છે. ત્‍યારે શહેરની સોસાયટીઓનાં રસ્‍તાઓની હાલતની કલ્‍પનાં પણ કરવી મુશ્‍કેલ છે. ખાસ કરીને સિવિલ હોસ્‍પિટલે જતાં ગરીબ દર્દીઓને અહિથી પસાર થતાં મુશ્‍કેલીમાં સપડાઈ રહેલ છે. ત્‍યારે કલેકટર ઘ્‍વારા આવા રોડની મરામત કરાવવા પગલાં ભરવા માંગણી ઉઠેલ છે.

error: Content is protected !!