સમાચાર

સાવરકુંડલામાં ‘સદ્‌ભાવના ગૃપ’ દ્વારા રકતદાન કેમ્‍પ યોજાયો

સાવરકુંડલાના સદભાવના ગૃપ દ્વારા ઈન્‍ડિયન રેડક્રોસનીલોકડાઉનની અંગેની સૂચનાઓનું પાલન કરી 9રમાં રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ હતું. સોશ્‍યલ ડિસ્‍ટન્‍સીંગને ઘ્‍યાને રાખીને રકતદાન કેમ્‍પમાં 99 બોટલ રકત એકત્ર કરવામાં આવ્‍યું હતું. સદભાવના ગૃપ દ્વારા છેલ્‍લા 1પ વર્ષથી દર્દી નારાયણોની સેવા માટે 8 હેલ્‍પ લાઈન ચલાવવામાં આવે છે. આ 9રમાં રકતદાન કેમ્‍પમાં એક વ્‍યકિતની બ્‍લડ આપી જિંદગી બચાવવાની સાથે પ્રકૃતિ બચાવવાના સંકલ્‍પ સાથે સામાજિક વનીકરણ વન વિભાગ સાવરકુંડલાના આર.એફ.ઓ. બી.ડી. ચાંદુ તેમજ ફોરેસ્‍ટર જે.એન. શેતારાણીયા મેડમ દ્વારા દરેક રકતદાતાને વૃક્ષ આપવાના સંકલ્‍પ સાથે રકતદાન કેમ્‍પ કરાવવામાં આવ્‍યો. ઈન્‍ડિયન રેડક્રોસ દ્વારા સદભાવના ગૃપને ર વખત વધારે બ્‍લડ ડોનેટ કેમ્‍પ કરવામાં અમરેલી જિલ્‍લામાં એવોર્ડ મળેલ છે. તેમજ જયારે પણ કોઈને બ્‍લડની જરૂર હોય ત્‍યારે બ્‍લડ આપવા માટે સદભાવના ગૃપ દ્વારા વ્‍યવસ્‍થા કરી આપવામાં આવે છે અને સાવરકુંડલાના રકતદાતાઓનો હરહંમેશ સાથ મળતો રહયો છે. તે જ રીતે આ વખતે પણ રકતદાન માટે રકતદાતાઓનો પુરજોશ સાથ સહકાર મળ્‍યો છે.

error: Content is protected !!
%d bloggers like this: