સમાચાર

અમરેલી જિલ્‍લામાં અર્ધાથી લઈને 4 ઈંચ વરસાદ

નદીઓ ગાંડીતુર, વીજળીનાં કડાકા વચ્‍ચે ભારે વરસાદ

અમરેલી જિલ્‍લામાં અર્ધાથી લઈને 4 ઈંચ વરસાદ

ધારીનાં ગીર વિસ્‍તારમાં સાંબેલાધારે 4 ઈંચ વરસાદ ખાબકતા નદીઓમાં ઘોડાપુર

અમરેલી, કુંકાવાવ, ટીંબી, ખાંભા, લીલીયા, વડિયા સહિતનાં વિસ્‍તારોમાં ભારે વરસાદ

કોરોનાનાં કહેર વચ્‍ચે વરસાદ અને વીજળીનાં કડાકા-ભડાકાથી ભયનો માહોલ

અમરેલી, તા. 1પ

અમરેલી જિલ્‍લામાં આજે મેઘરાજાએ વીજળીનાં કડાકા-ભડાકા સાથે આક્રમક સ્‍વરૂપ ધારણ કરીને અમરેલી, કુંકાવાવ, ધારી, ટીંબી, લીલીયા, ખાંભા સહિતનાં વિસ્‍તારોમાં અર્ધાથી લઈને ચાર ઈંચ વરસાદ વરસતાં નદીઓ ગાંડીતુર બની હતી. તો વીજળી ત્રાટકવાથી 3 વ્‍યકિતઓનાં મોત થયા હતા તો અમરાપુરની એક મહિલા પાણીમાં તણાઈ ગઈ હતી. જેનો મોડી સાંજે મૃતદેહ મળી આવ્‍યો હતો.

અમરેલી શહેરમાં સવારનાં 6થી સાંજનાં 6 સુધીમાં અંદાજિત ર ઈંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા. બપોરનાં સમયે અર્ધી કલાકમાં એકાદ ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો.

ધારી

ધારીનાં અમૃતપુર (ઠીકકરીયા)માં સાંબેલાધારે 4 ઈંચ વરસાદ વરસી ગયો હતો. ગીરકાંઠાનાં ગામો તથા ગીરનાં જંગલમાં ભારે વરસાદ પડતા નદીઓમાં ઘોડાપુર આવ્‍યું હતું. ધારીનાં અમૃતપુર- સરસીયા  વચ્‍ચેની વેકરાળા તથા નાંગ્રધાનીશેલ નદીમાં ભારે પુર આવ્‍યું હતું જેના પગલે નવા નીરની આવક થઈ હતી.

ધારી તાલુકાનાં અમૃતપુર (ઠીકકરીયા), જીરા, સરસીયા, જર, મોરઝર, નાંગ્રધા સહિતનાં ગામોમાં આજે ભારે વરસાદ વરસી ગયો હતો. ધારીનાં અમૃતપુર (ઠીકકરીયા)માં તો 4 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો તથા ધારી-સરસીયા નજીકનાં જંગલ તથા સમગ્ર જંગલમાં પણ ભારે વરસાદ વરસી જતાં નદીઓમાં ભારે પુર આવ્‍યું હતું.

ધારીનાં અમૃતપુર- સરસીયા વચ્‍ચેથી પસાર થતી       વેકરાળા નદીમાં બેકાંઠે પાણી વહી રહૃાું હતું તો ધારીનાં નાંગ્રધાની શેલ નદીનું પાણી ઉછાળા મારી રહૃાું હતું. જેના પગલે લોકોમાં ભારે આનંદની લાગણી ફેલાઈ હતી. તો ધારીમાં પણ આજે ભારે વરસાદ વરસી જતાં બે ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

ધારી પંથકમાં મહત્તમ ગામોમાં વરસાદ વરસી જતાં નદી- નાળા બેકાંઠા વહેતા હતા જેના પગલે શેત્રુંજી નદીમાં પણ નવા નીરની આવક થવા પામી હતી.

કુંકાવાવ

કુંકાવાવ અને આસપાસનાં ગામડામાં આજે બપોરબાદ ઘટાટોપ વાદળો અને ગાજવીજ સાથે વરસાદનું જોરદાર આગમન થયું હતું. આમ વાવણી બાદ વરસાદ વરસતા ખેતીનાં વાવેતરને ફાયદો થયો છે. જયારે ગરમીમાંથી લોકોને રાહત મળી છે. આમ ફરી બે દિવસનાં વિરામ બાદ વરસાદ વરસતા તમામ સીમ-રસ્‍તામાં કેડસમાપાણી ભરાયા હતા તેમજ ચેકડેમાં નવા નીરની ભરપુર આવક થઈ રહી છે. આમ વરસાદ સારી રીતે વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી    રહી છે.

ટીંબી

જાફરાબાદ તાલુકાનાં ટીંબી ગામે ફરી બે દિવસના વિરામબાદ આજે બપોરનાં સવા વાગ્‍યાથી જોરદાર પવન તથા કડાકાભડાકા સાથે અને વીજળીનાં ચમકારા સાથે વરસા શરૂ થતા અડધા કલાકમાં દોઢથી બે ઈંચ જેટલો વરસાદ પડી જતાં રૂપેણ નદી તથા આવેલ ચેકડેમો ભરાય ગયા હતા અને ટીંબી વાકયા જવાનાં પુલ ઉપર પાણી ફરી વળ્‍યા હતા. જયારે ટીંબ ગામમાં આવેલ પુલની બંને બાજુ ગયા વરસાદથી પુલનાં નીચેના ભાગોમાં મોટું પોલાણ થયેલ હોવાથી હવે કદાચ જાનમાલને મોટું નુકસાન થવાની શયકતા રહેલી છે. આ બાબતની સરકારી તંત્ર અને ગ્રામ પંચાયત તુરતંમાં જ યોગ્‍ય કાર્યવાહી કરે અન્‍યથા મોટી જાનહાની થશે તો એની જવાબદારી કોની ?

 

અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા હોવીસ કલાકમાં પડેલ વરસાદનાં આંકડા

અમરેલીમાં 64 (ર17)મી.મી., ખાંભામાં 34 (રર9) મી.મી., વડિયામાં 1પ ( 148) મી.મી., લીલીયામાં 81 ( ર73)મી.મી., ધારીમાં ર4 (1પર) મી.મી., સાવરકુંડલામાં ર0 ( ર01) મી.મી., બગસરામાં ર7 (139) મી.મી. તથા લાઠીમાં 19 ( 101) મી.મી. વરસાદ ફલડ કંટ્રોલરૂમમાં નોંધાયો છે.

error: Content is protected !!