સમાચાર

અમરેલી જિલ્‍લામાં વીજળી ત્રાટકતા ર મહિલા અને 1 યુવકનાં કમકમાટીભર્યા મોત થયા

કોરોનાનાકહેર વચ્‍ચે કુદરતનો વીજળીરૂપે વધુ એક પ્રહાર

અરેરાટી : અમરેલી જિલ્‍લામાં વીજળી ત્રાટકતા ર મહિલા અને 1 યુવકનાં કમકમાટીભર્યા મોત થયા

અમરેલી, તા. 1પ

અમરેલી જિલ્‍લામાં આજે સોમવારે વીજળીનાં કડાકા-ભડાકા સાથે જોરદાર વરસાદ પડતાં વીજળી પડવાનાં કારણે બે મહિલા તથા એક યુવકનું મોત નિપજયા હતા. જયારે એક ઘટનામાં ટ્રેકટર પાણીમાં તણાતા એક મહિલા પાણીમાં તણાય ગયાની ઘટના બની છે. ત્‍યારે અમરેલી જિલ્‍લામાં અનેક નદી-નાળામાં ધસમસતા પાણી વહેતા થયા છે.

અમરેલી જિલ્‍લાનાં લાઠી તાલુકાનાં અકાળા ગામે રહેતી પારસબેન રમેશભાઈ સોજીત્રા પોતાની બહેન સાથે પોતાની વાડીએ કપાસ વાવણીનું કામ કરતા હતા ત્‍યારે ધોધમાર વરસાદ સાથે વીજળી પડતાં બન્‍ને બહેનોને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવતા પારસબેન (ઉ.વ. ર0)નું મૃત્‍યુ નિપજયું હતું.

જયારે બીજી ઘટનામાં ધારી તાલુકાનાં છતડીયા ગામે રહેતી સોનલબેન કરશનભાઈ મોલાડીયા નામની રર વર્ષીય યુવતીએ પોતાના ભાગીયું રાખેલ વાડીમાં બપોરે 3-30 કલાકે કામ કરી રહી હતી ત્‍યારે અચાનક જ તેણી ઉપર વીજળી પડતા તેણીનું મોત નિપજયું હતું.

જયારે ત્રીજી ઘટનામાં બગસરા ગામે રહેતા એક 1પ વર્ષીય કિશોર સ્‍પંદન અશોકભાઈ વઘાસીયા ઉપર વીજળી પડતા તેમનું પણમૃત્‍યુ નિપજતા ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે.

જયારે કુંકાવાવ નજીક આવેલ અમરાપુર ગામે વાવણી કરી પરત ટ્રેકટરમાં પરત ફરી રહેલા પરિવાર ટ્રેકટર તણાતા આ ટ્રેકટરમાંથી લોકો પાણીમાંથી બહાર આવી ગયા હતા જયારે કોમલબેન નીલેશભાઈ ગેવરીયા પાણીમાં ગરક થઈ જતાં તેમનો મોડી સાંજે મૃતદેહ મળી આવ્‍યો હતો.

error: Content is protected !!