સમાચાર

અમરેલી જિલ્‍લાનું ધો.12 સા.પ્ર.નું 69.29 ટકા પરિણામ

સમગ્ર જિલ્‍લામાં એ-વનમાં માત્ર એક જ વિદ્યાર્થી

અમરેલી જિલ્‍લાનું ધો.1ર સા.પ્ર.નું 69.ર9 ટકા પરિણામ

જિલ્‍લામાં એક જ પરીક્ષાર્થીનોએ-વનમાં સમાવેશ થતો હોય ચિંતાજનક પરિણામ

અમરેલી, તા.1પ

આજે ધો.1ર સામાન્‍ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં અમરેલી જિલ્‍લાનું 69.ર9 ટકા પરિણામ  આવેલ છે.

અમરેલી જિલ્‍લામાં ગત માર્ચ માસમાં લેવાયેલ ધો.1રની સામાન્‍ય પ્રવાહની પરીક્ષામાં કુલ 874પ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 8704 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં હાજર રહયા હતા. જેમાંથી કુલ પ990 પાસ થયા હતા. જયારે ર714 વિદ્યાર્થીઓ નાપાસ થતાં અમરેલી જિલ્‍લાનું કુલ પરિણામ 69.ર9 ટકા આવેલ છે.

અમરેલી જિલ્‍લાનું કેન્‍દ્રવાર પરિણામ જોઈએ તો અમરેલી કેન્‍દ્રનું 71.68 ટકા, બાબરા 71.47 ટકા, લીલીયા 63.0પ, ચલાલા પર.પ1, જેશીંગપરા 79.ર0, ખાંભા 61.8ર, સાવરકુંડલા 76.98, બાઢડા 81.33, બગસરા પર.ર4, ધારી 64.86, લાઠી 8ર.18, દામનગર 63.30, કુંકાવાવ 6પ.પ7, વડીયા પ1.89, રાજુલા 74.રર અને જાફરાબાદ 78.19 ટકા પરિણામ આવેલ છે.

અમરેલી જિલ્‍લામાં એ-વનમાં માત્ર એક વિદ્યાર્થીનો સમાવેશ થયો છે. જયારે એ-ટુમાં 178, બી-વનમાં 7પર, બી-ટુમાં 17ર6, સી-વનમાં ર174, સી-ટુમાં 110પનો સમાવેશ થવા પામેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: