સમાચાર

અમરેલી વિદ્યાસભા શાળાનું ધો. 1રનું 91.67 ટકા પરિણામ

સતત 11માં વર્ષે ઉત્તમ દેખાવ

અમરેલી વિદ્યાસભા શાળાનું ધો. 1રનું 91.67 ટકા પરિણામ

પ્રમુખ, વ્‍યવસ્‍થાપક, આચાર્યએ શુભેચ્‍છા પાઠવી

અમરેલી, તા. 1પ

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત, અમરેલી જીલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળા અમરેલી સામાન્‍ય પ્રવાહમાં વિદ્યાસભાએ ઉજજવળ પરિણામની પરંપરા જાળવી રાખી છે. આજે ગુજરાત બોર્ડનું સામાન્‍ય પ્રવાહનું પરિણામ જાહેર થયું એમાં અમરેલી વિદ્યાસભાના વિદ્યાર્થીઓ અમરેલી જીલ્‍લામાં અવ્‍વલ સ્‍થાન પ્રાપ્‍ત કરી વાલીઓ, શાળા પરિવાર તથા અમરેલી જીલ્‍લાનું નામ રોશન કર્યુ છે. ગુજરાત બોર્ડનું પરિણામ 76.ર9 ટકા જયારે અમરેલી જીલ્‍લાનું પરિણામ 71.68 ટકા અને વિદ્યાસભા સ્‍કૂલનું પરિણામ 91.67 ટકા આવેલું છે.

વસંતભાઈ ગજેરાના નેતૃત્‍વ અને માર્ગદર્શનથી ઉત્તરોત્તર શિક્ષણના ક્ષેત્રે સૌરાષ્‍ટ્રમાં અગ્રણ્‍ય સંસ્‍થા તરીકે જાણીતીછે. બાળકોમાં શિક્ષણ અને સંસ્‍કાર સાથે આધુનિક ટેકનોલોજીના માઘ્‍યમથી સતત માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓ હંમેશા શ્રેષ્ઠ પરિણામ લાવી પરિવાર, શાળા તથા અમરેલીનું ગૌરવ વધારે છે.

આ વર્ષે પણ ધો. 1ર સામાન્‍ય પ્રવાહનું શ્રેષ્ઠ પરિણામ લાવી આ સંસ્‍થા હંમેશા અગ્રેસર રહી છે. જેમાં 90 પીઆર અપ મેળવનાર રપ વિદ્યાર્થી છે. જેમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્‍ત કરનાર દલસાણીયા મયંક-99.76 પીઆર, દ્વિતિય સ્‍થાને કુકડીયા કેવલ-99.66 પીઆર, તૃતિય સ્‍થાને રંગપરા હર્ષ-99.પ1 પીઆર. આવું શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્‍ત કરનાર વિદ્યાર્થીઓને પ્રમુખ વસંતભાઈ ગજેરા, વ્‍યવસ્‍થાપક અસમુખભાઈ પટેલ, આચાર્ય તથા સ્‍ટાફગણે હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્‍યા છે અને ભવિષ્‍યમાં ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભકામના પાઠવી હતી.

error: Content is protected !!