સમાચાર

રાજુલાનાં ધારાસભ્‍ય અંબરિશ ડેર ઉપર અભિનંદનવર્ષા

રાજુલા-જાફરાબાદ-ખાંભા પંથકમાં 900 લાખ જેવી રકમ મંજુર થતાં

રાજુલાનાં ધારાસભ્‍ય અંબરિશ ડેર ઉપર અભિનંદનવર્ષા

ગત વર્ષે મોટી સંખ્‍યામાં ખેડૂતોને એકત્ર કરીને પાકવીમાની રકમ મંજૂર કરવા સરકાર પર દબાણ કર્યુ હતું

પરિણામ સ્‍વરૂપે રાજુલા વિધાનસભા વિસ્‍તારનાં ખેડૂતો માટે 900 લાખ રૂપિયા મંજૂર કરવાની સરકારને ફરજ પડી

સમગ્ર જિલ્‍લામાં સૌથી વધુ રકમનો પાકવીમો ધારાસભ્‍ય ડેરે મંજૂર કરાવતાં ખેડૂતો દ્વારા અભિનંદનવર્ષા

અમરેલી, તા. 1ર

તાજેતરમાં રાજય સરકારે અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોને થયેલ નુકસાન પેટે રૂપિયા 987 લાખ જેવી અધધ રકમ મંજુર કરી છે. જેમાં 900 લાખ જજેવી રકમ માત્ર રાજુલા-જાફરાબાદ અને ખાંભાનાં ખેડૂતોને મળવાની હોય સમગ્ર પંથકનાં ખેડૂતો આટલી મોટી રકમ મંજુર કરાવવા બદલ કોંગી ધારાસભ્‍ય અંબરીશ ડેરને અભિનંદન પાઠવી    રહી છે.

ગત વર્ષે રાજુલા વિધાનસભા વિસ્‍તારનાં ખેડૂતોને ખેતીપાકને લઈને વ્‍યાપક નુકસાન થતાં જતાં ધારાસભ્‍ય અંબરીશ ડેર અને ખેડૂત નેતાપાલભાઈ આંબલીયાએ રાજુલા માર્કેટયાર્ડમાં સુકો રોટલો, છાશ અને ડુંગળી ખાઈને ખેડૂતોને સાથે રાખીને વિશાળ સંમેલન યોજીને ખેડૂતોને થયેલ નુકસાનું વળતર ચુકવવાની હાંકલ કરી હતી. પરિણામ સ્‍વરૂપે જિલ્‍લામાં સૌથી વધુ રકમ રાજુલા વિધાનસભા વિસ્‍તારનાં ખેડૂતોને ચુકવવા માટે રાજય સરકાર મજબુર બની હોવાનું જાણવા મળેલ છે. ખેડૂતો ધારાસભ્‍ય અંબરીશ ડેરની ખેડૂતલક્ષી કામગીરીની ભારે પ્રશંસા કરી રહૃાાં છે.

error: Content is protected !!
%d bloggers like this: