સમાચાર

લોકડાઉનનાં કારણે અટકી પડેલા પ્રસંગોમાં હજુપણ જમણવારની છુટ નથી

કાઠીયાવાડની મહેમાનગતિનો પણ મહિમા છે

લોકડાઉનનાં કારણે અટકી પડેલા પ્રસંગોમાં હજુપણ જમણવારની છુટ નથી

સૌરાષ્‍ટ્રમા્ર ભોજન સમારંભ વગર પ્રસંગ સંપન્‍ન કરવો અશકય

અમરેલી, તા. 1ર

લોકડાઉનના કારણે છેલ્‍લા 3-3 મહિનાથી લોકોના સમાજીક પ્રસંગો ઉજવી શકયા નથી અને હવે અનલોક શરૂ થતા લોકો પોતાના સામાજીક પ્રસંગો ઉજવવા સામે પણ મોટા પ્રતિબંધોહોય, લોકો સામાજીક પ્રસંગોમાં જમણવાર કરી શકતા ન હોવાથી ભારે અકળાયા છે.

સામાન્‍ય રીતે કાઠીયાવાડની મહેમાનગતિનો ખાસ મહિમા છે. લોકો સામાજીક પ્રસંગોમાં ભોજન સમારંભ કરી હેતથી જમાડે છે. પરંતુ, હાલના સમયમાં ભોજન સમારંભ કરી શકતા ન હોય, પ્રસંગો કેમ યોજી શકે.

અમરેલીમાં નાના-પ્રસંગો નાની હોટલ અથવા ગાર્ડન રેસ્‍ટોરન્‍ટમાં રાખી અને ભોજન સહિતની વ્‍યવસ્‍થાથી ચિંતામુકત રહે છે. મહેમાનો સાથે બેસી પ્રસંગની મજા માણે છે. પરંતુ, હાલમાં જાહેર સ્‍થળોએ આવા નાના ફંકશનો કરી ભોજન સમારંભ કરી શકતા ન હોવાથી હોટલ ગાર્ડન રેસ્‍ટોરન્‍ટના ધંધા ઉપર માઠી અસર જોવા મળી રહી છે.

લાખો રૂપિયાના ખર્ચે ઉભી કરવામાં આવેલ હોટલ અને ગાર્ડન રેસ્‍ટોરન્‍ટમાં નાના ફંકશનો કરવાની મંજુરી ના મળવાના કારણે આવા ગાર્ડન રેસ્‍ટોરન્‍ટ તથા હોટલના માલીકો પોતાના રોજિંદા ખર્ચ પણ કાઢી શકતા ન હોય, હોટલના વ્‍યવસાય સાથે સંકળાયેલા લોકો બેકાર બન્‍યા છે. ત્‍યારે, સોશ્‍યલ ડીસ્‍ટન્‍સ તથા જરૂરી સાવચેતી સાથે નાના નાના ફંકશનો હવે શરૂ કરવાની પણ મંજુરી મળે તો લોકોને તથા હોટલ મેનેજમેન્‍ટને મોટી રાહત મળી શકે તેમ હોય, તેમ અમરેલી સૂર્યાગાર્ડનનાં માલિક અરૂણભાઇ કોરાટે એક અખબારી યાદીમાં     જણાવ્‍યું છે.

error: Content is protected !!