સમાચાર

ધારીમાં બેવફા ધારાસભ્‍ય જે.વી. કાકડીયાનાં વિરોધમાં કોંગી ધારાસભ્‍યોએ ધરણા કર્યા

રાજયસભામાં બહુમતી મેળવવા કોંગ્રેસનાં ધારાસભ્‍યો તોડાયા : હાર્દિક પટેલ

ધારીમાં બેવફા ધારાસભ્‍ય જે.વી. કાકડીયાનાં વિરોધમાં કોંગી ધારાસભ્‍યોએ ધરણા કર્યા

આગામી પેટા ચૂંટણીમાંમતદારો વિશ્‍વાસઘાતનો બદલો લેશે

ધારી, તા.11

ધારીના ધારાસભ્‍ય જે.વી. કાકડીયા ર017માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી ચૂંટાયા હતા. પ્રજાએ ખોબલે ખોબલે મત આપી વિજયી બનાવનાર ધારાસભ્‍ય જનતાનો સાથ છોડી પોતાના સ્‍વાર્થ ખાતર રાજીનામું ધરી દઈ સરકારને રાજય સભાને ચૂંટણીમાં મદદ કરવા દોડી ગયા હતા. જેના વિરોધમાં વિરોધપક્ષના નેતા, કોંગી ધારાસભ્‍યો, હાર્દિક પટેલ વગેરે ધારીમાં કોંગી આગેવાનના ફાર્મમાં સરકાર તથા બેવફા ધારાસભ્‍ય પર પ્રહાર કર્યા હતા.

ધારીના કોંગી આગેવાન સુરેશ કોટડીયાના ફાર્મ હાઉસ ખાતે વિપક્ષીનેતા પરેશ ધાનાણી, ધારાસભ્‍યો લલીત કગથરા, જાવેદ પીરજાદા તથા હાર્દિક પટેલે ધારીના બેવફા ધારાસભ્‍ય તથા સરકાર સામે પ્રહાર કરતા જણાવ્‍યું હતું કે, દર વખતે રાજય સભાની ચૂંટણીમાં કોંગ્રેસી ધારાસભ્‍યોને તોડી રાજય સભામાં પોતાની બહુમતી પુરવાર કરવા ગંદી રાજનીતિ રમાય છે. જેના ભાગરૂપે ધારાસભ્‍યોને તોડવામાં આવે છે. જે લોકશાહી માટે ખતરારૂપ છે તથા સતાના જોરે રાજય સભામાં બહુમતી મેળવવા માંગતી સરકાર પાયાના પ્રશ્‍નો ઉકેલી શકતી નથી. લોકડાઉન બાદ ખેડૂતો તથા જનતાને પારાવાર મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહયો છે. ત્‍યારે સરકાર આ મહામારીમાં ધારાસભ્‍યોનું ખરીદ-વેચાણ કરી રહી છે. જે યોગ્‍યનથી.

ધારીના ધારાસભ્‍યએ કોંગ્રેસની સાથોસાથ જનતાનો પણ વિશ્‍વાસ તોડયો હતો. તેમજ પાંચ વર્ષની અંદર પેટા ચૂંટણી થશે જેનાથી પ્રજા પર જ બોજો વધશે.

error: Content is protected !!