સમાચાર

અમરેલીનાં બેન્‍ક કર્મીને માર મારી લૂંટ ચલાવનાર બન્‍ને આરોપીઓને ગણતરીની મિનિટોમાં દબોચી લેવાયા

અમરેલીનાં બેન્‍ક કર્મીને માર મારી લૂંટ ચલાવનાર બન્‍ને આરોપીઓને ગણતરીની મિનિટોમાં દબોચી લેવાયા

અમરેલી, તા.10

અમરેલીના બેન્‍ક કર્મચારી ભાવેશભાઈ માંગરોળીયાને માર મારી લૂંટ ચલાવનાર બન્‍ને આરોપીઓને એસઓજીએ ગણતરીની મિનિટોમાં દબોચી લીધો છે.

વિગત એવા પ્રકારની છે કે બેન્‍ક કર્મીને માર મારી લૂંટ ચલાવનાર બાંભણીયાના ભાવેશભાઈ ગજેરા અનેસાગર ચાવડાની એસઓજીએ ગણતરીની મિનિટોમાં અટકાયત કરેલ છે. આ કામે ફરિયાદી બેંકમાં નોકરી કરતા હોય, અને બપોરના સમયે જમવા જતા હતા તે સમયગાળા દરમિયાન જેશીંગપરા બ્રીજ ઉપર પહોંચતા બે અજાણ્‍યા ઈસમો લાલ કલરની મોટર સાયકલ ઉપર મોઢા ઉપર રૂમાલ બાંધી આવેલા અને વાહન ઉભું રાખવાનું કહેતા ફરિયાદીએ પોતાનું વાહન ઉભુ રાખતા, અને મો.સા. નીચે ઉતરતા, મો.સા.માંથી બે અજાણ્‍યા માણસો નીચે ઉતરી પાછળ બેસેલ વ્‍યકિતએ પાવડાના હાથા વડે આડેધડ ફરિયાદીને માર મારવા લાગેલા, અને ફરિયાદીના ખીસ્‍સામાંથી રૂા. 30,000ની લૂંટ કરી જતા-જતા કહેતા ગયેલ કે, ફરિયાદના લીવ ઈન રીલેશનશીપમાં રહેતી રીન્‍કુને પોતાના પિયરમાં મોકલી દેજે નહીંતર તને પતાવી દેવો પડશે. તેમ કહી નાશી છૂટેલા હતા. આ કામે ખાનગી બાતમીદારો અને ટેકનીકલ સોર્સથી ઉંડાણ પૂર્વક તપાસ કરતા મજકુર ઈસમોને પોતાના રહેણાંક મકાનેથી ઝડપી પાડેલ અને તેઓની ઉંડાણપૂર્વક પૂછપરછ કરતા સદરહું ગુન્‍હાને અંજામ આ પકડાયેલ બન્‍ને ઈસમોએ આપેલ હતો. તેવી કબુલાત આપેલ છે. પકડાયેલ આરોપી ભાવેશ ભીખાભાઈ ગજેરા પાસેથી રોકડ રૂા. પ000 જેમાં પ00ના દરની ભારતીય ચલણી નોટ નંગ-10 કબ્‍જે કરવામાં આવેલ છે. જે અન્‍વયે પકડાયેલ આરોપી તથા રોકડા રૂા. પ000 તથા ઉપયોગમાંલીધેલ મો.સા. વિગેરે મુદામાલ પો. ઈન્‍સ. અમરેલી સીટી પો.સ્‍ટે.નાઓને વધુ તપાસ અર્થે સોંપી આપેલ છે.

error: Content is protected !!