સમાચાર

રાજુલામાં મોડી રાત્રીએ કોંગ્રેસનાં ધારાસભ્‍યોનું આગમન

રાજયસભાની ચૂંટણીને લઈને દોડાદોડી

રાજુલામાં મોડી રાત્રીએ કોંગ્રેસનાં સેંકડો ધારાસભ્‍યોનું આગમન

રાજુલા, તા. 10

ગઈકાલે કોંગ્રેસનાં ધારાસભ્‍યો સૌરાષ્‍ટ્ર વિસ્‍તારનાં રાજુલા દર્શન હોટેલ ખાતે આવી પહોંચતા ધારાસભ્‍યો શા માટે આવે છે ?  અમારા પ્રતિનિધિ મિલાપ રૂપારેલ પ્રશ્‍ન કરતા આ અંગે પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પક્ષના પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા અને હાલના વિરોધપક્ષનાં નેતા પરેશભાઈ ધાનાણી તેમજ ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેર સાથે વાત કરતાં હાલમાં રાજયસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસનાં ધારાસભ્‍યોને ભાજપ ઘ્‍વારા તોડવામાં આવી રહૃાા છે. જેમાં હાલમાં 3 ધારાસભ્‍યો ઉપરાંત અગાઉ પણકેટલાંક ધારાસભ્‍યોને ભાજપ ઘ્‍વારા તોડવામાં આવેલ હોય જે વિસ્‍તારનાં ધારાસભ્‍ય અને તોડવામાં આવેલ છે તે વિસ્‍તારોમાં હાલમાં કોંગ્રેસ ઘ્‍વારા એક અભિયાન ચલાવવામાં આવી રહૃાું છે અને જે વિસ્‍તારના ધારાસભ્‍ય ભાજપમાં જોડાયા છે તે વિસ્‍તારમાં જઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહેલ છે. અને જે રીતે ભાજપ ઘ્‍વારા ખરીદ વેચાણ સંઘ કરવામાં આવેલ છે તેનો કોંગ્રેસનાં ધારાસભ્‍યો સહિતનાં આગેવાનો ઘ્‍વારા વિરોધ કરવામાં આવી રહેલ છે. જેમાં આજરોજ ગઢડા વિધાનસભા વિસ્‍તારમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતું. અને આજરોજ રાજુલા મુકામે આવેલ દર્શન હોટલમાં રાત્રે રોકાણ કરીને આવતીકાલે ધારી વિધાનસભામાં આવતા ખાંભા તેમજ ધારી વિસ્‍તારમાં 18 ધારાસભ્‍યો સાથે વિરોધપક્ષના નેતા, પૂર્વ  પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા તેમજ યુવા કોંગ્રેસ અગ્રણી હાર્દિકભાઈ પટેલ તેમજ રાજુલાનાં ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેર તેમજ ભગાભાઈ બારડ, ભીખાભાઈ જોશી, હર્ષદભાઈ રીબડીયા તેમજ વિવિધ વિસ્‍તારનાં સૌરાષ્‍ટ્રનાં ધારાસભ્‍યો આ સમગ્ર વિરોધ પ્રદર્શનમાં જોડાયેલ છે. આ વિરોધ પ્રદર્શનનાં ભાગરૂપે આજરોજ રાજુલામાં આવેલ દર્શન હોટલમાં તમમ ધારાસભ્‍યોનું રાત્રી રોકાણ કરવામાં આવેલ છે તેમજ આવતીકાલે ધારી વિધાનસભા વિસ્‍તારમાં આનો વિરોધકરવામાં આવશે.

error: Content is protected !!
%d bloggers like this: