સમાચાર

સાવરકુંડલામાં એકલવાયુ જીવન પસાર કરતાં પ્રવિણભાઈ ગાંધીનો મૃતદેહ 3 દિવસ પડી રહૃાો

સાવરકુંડલામાં એકલવાયુ જીવન પસાર કરતાં પ્રવિણભાઈ ગાંધીનો મૃતદેહ 3 દિવસ પડી રહૃાો

આજુબાજુ કોઈને ખબર પડી નહી અને મૃતદેહની હાલત બગડી ગઈ

સાવરકુંડલા, તા. 10

ઇમરજન્‍સી 108નાં ઉપનામે જાણીતા શ્રી વિરદાદા જસરાજ સેના ટ્રસ્‍ટના પ્રમુખ તેમજ સેવાદીપ ગ્રૂપના પ્રમુખ હિતેષ સરૈયાનાં મોબાઈલ પર સવારે 9 વાગ્‍યાની આસપાસ પંકજભાઈ ગાંધીનો કોલ આવે છે.

હિતેશભાઈ તમારી સેવાની જરૂર પડી છે સામે હિતેષ સરૈયાનો જવાબ બોલો બોલો પંકજભાઈ જણાવે છે કે અમારા સમાજના એકલા રહેતા પ્રવિણભાઈ પરસોત્તમભાઈ ગાંધીનું 3 દિવસ પહેલા અવસાન થયેલું છે જેની જાણ અમને અત્‍યારે થઈ છે અનેડેડબોડીની હાલત બહુ ખરાબ થઈ ગયેલી છે તો એમના અંતિમ સંસ્‍કાર કરવા માટે તમને કોલ કર્યો છે. સામે હિતેષ સરૈયાનો જવાબ આવ્‍યો ભગવાન એમના આત્‍માને શાંતિ આપે કઇ જગ્‍યા પર મારે આવાનું છે.

આ શબ્‍દો આમ તો હિતેષ સરૈયાના દરેક સમયે કોઈપણ સેવા માટે હોય છે પરંતુ આજના સમયમાં કોરોનાની ભયંકર મહામારી વચ્‍ચે કોઈ કોઈની નજીક જવાથી પણ ડરે ત્‍યારે કહેવા હજારો સલામ કરવા જેવા છે.

હિતેષ સરૈયા સ્‍થળ પર પહોંચે છે જુએ છે તો અત્‍યંત દુર્ગંધ મારતી અને અસંખ્‍ય જીવાતો વચ્‍ચે ઘેરાયેલો મૃતદેહ પડયો છે. હિતેષ પંકજભાઈને કહે છે આ કાર્ય વિધિ પ્રમાણે થઈ જશે તમે ચિંતા ના કરો પરંતુ તમારા સમાજની મંજૂરી જેવું એક લખાણ કરી આપો અને સ્‍થાનિક પોલીસમાં જાણ કરો એમની મંજૂરી લઈ લઈએ જેથી આગળ કોઈ પ્રશ્ન ના ઉદભવે. પંકજભાઈ આ મુજબ કરી આપે છે. હિતેષ સરૈયા હંમેશની માફક આવી સેવામાં જેમનો સહયોગ લે એવા વાલ્‍મિકી સમાજના યુવાનો ચૌહાણ રાજેશ વિનુભાઈ, બેરડીયા પંકજ જેકાભાઈ, વાળા મનુભાઈ કેશાભાઈ, ઘરણીયા વિશાલભાઈ જેન્‍તીભાઈ, બેરડીયા મેહુલભાઈ કાંતિભાઈ, ચૌહાણ મહેશ ભીમાભાઇ, ચૌહાણ આકાશ ભીખાભાઈ, વાળા સતીશ મનુભાઈ, પિયુષભાઈ મકવાણા બધા જ મિત્રોને આ ઘટનાની જાણ કરે છે અને એ યુવાનો પણ હંમેશની માફક તુરંતહિતેષ સરૈયાના જણાવ્‍યાના સ્‍થળ પર પહોંચે છે. સાવરકુંડલા નગરપાલિકામાંથી વાહન માંગવામાં આવે છે અત્‍યંત દુર્ગંધ આવતા મૃતદેહને સુગંધી અત્તરની બોટલો વાપરીને શકય પ્રયાસો કરવામાં આવે છે. ત્‍યારબાદ અંતિમ સંસ્‍કાર માટે સ્‍મશાન લઈ જવામાં આવે છે અને જૈન ધર્મમાં થતાં વિધિસર અને એમના સંતાનોની જેવી જ લાગણી અને ભાવનાથી સમાજસેવાને પોતાનો ધર્મ માનતા હિતેષ સરૈયાએ આ મૃતદેહના અંતિમ સંસ્‍કાર કર્યા.

ઈશ્વર હંમેશા આવા સદકાર્યો માટે ચોક્કસ વ્‍યકિતની જપસંદગી કરતા હોય છે.

error: Content is protected !!