સમાચાર

ડીએમ, એસપી, ડો.કાનાબાર, પી.પી. સોજીત્રાનું ડાયનેમિક ગૃપ દ્વારા સન્‍માન

જિલ્‍લાના વહીવટી તંત્રના સમાહર્તા આયુષ ઓક, જિલ્‍લા પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની ફરજ નિષ્ઠાથી તથા ડો. ભરત કાનાબાર અને પી.પી. સોજીત્રાની સેવા તથા જનહિતની ભાવનાથી અમરેલી જિલ્‍લામાં કોરોના મહામારીની બિલકુલ નહિવત અસર થઇ અને જિલ્‍લાને ગૌરવ અપાવ્‍યું છે. તે બદલ જિલ્‍લાના ભભકોરોના વોરિયર્સભભ તરીકે અમો સન્‍માન કરીને અન્‍ય જિલ્‍લાને પ્રેરણા આપવા માગીએ છીએ – હરેશ બાવીશી, પ્રમુખ, ડાયનેમિક ગૃપ, અમરેલી. સમગ્ર વિશ્‍વ, ભારત અને ગુજરાત કોરોના-મહામારીથી મુશ્‍કેલીમાં હતો તેવાસંજોગોમાં કાયદો-વ્‍યવસ્‍થા અને સેવાના ત્રિવેણી સંગમથી ઘણા-લાંબા સમય સુધી અમરેલી જિલ્‍લો કોરોના મુકત રહયો હતો જે સમગ્ર ગુજરાતમાં એકમાત્ર હતો. જિલ્‍લાને કોરોના મુકત તથા કોરોના સંક્રમણની સૌથી ઓછી અસર થાય તે માટે જિલ્‍લાના બે ઉચ્‍ચ અધિકારીઓ જિલ્‍લા કલેકટર આયુષ ઓક તથા જિલ્‍લા પોલીસ અધિક્ષકે નિર્લિપ્‍ત રાયે રાત-દિવસ એક રીને જિલ્‍લાના વહીવટીય તંત્ર સુરક્ષા તંત્ર અને આરોગ્‍ય તંત્ર સાથે સંકલન કરીને આખરે જિલ્‍લાને સમગ્ર ગુજરાતમાં ભમોખરાનુંભ સ્‍થાન અપાવ્‍યું તથા આ કાર્યમાં સોનામાં સુગંધ     ભળે એમ જિલ્‍લાના લોકોના દિલમાં જેનું સ્‍થાન છે તથા હંમેશા અમરેલી નગર તથા લોકોના સર્વાંગી વિકાસની ચિંતા અને ચિંતન કરતા બે આગેવાનો ઇન્‍ડીયન રેડક્રોસ સોસાયટી- અમરેલીના પ્રમુખ ડો. ભરતભાઇ કાનાબાર તથા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન તથા અમરેલી નગર વિકાસ સમિતિના ચેરમેન પી.પી. સોજીત્રા દ્વારા લોકડાઉનના કપરા કાળમાં જિલ્‍લાના છેવાડાના ગામના છેવાડાના માનવી સુધી રાશન કીટ પહોંચાડવાનું બીડુ ઝડપીને રૂા. રપ લાખ કરતા પણ વધારે રકમની કીટ ગરીબો અને જરૂરિયાતમંદ સુધી પહોંચાડી એટલું જ નહીં પરંતુ જિલ્‍લાના ખેડૂતોને પાકધિરાણ ભરવામાં ધિરાણનું નવું-જુનું કરવામાં પડતી સમસ્‍યાનો વિચાર કરીને અમરેલીના વિકાસના આધારસમી આજુગલબંધી ડો. કાનાબાર તથા પી.પી. સોજીત્રાએ રીવોલ્‍વીંગ ફંડ ઉભુ કરીને ખેડૂતોને નવા-જુના કરવામાં મદદ કરીને જિલ્‍લાના પપ000 (પંચાવન હજાર) કરતા પણ વધારે ખેડૂતોને ઉંચા વ્‍યાજના વિષચક્રમાં ફસાતા અટકાવીને જગતના તાતની વ્‍હારે આવીને સમગ્ર જિલ્‍લાના સંવેદનશીલ આગેવાન તથા સેવક તરીકેનું બિરૂદ પ્રાપ્‍ત કર્યુ તે બદલ અમરેલીની જાણીતી યુવા પ્રવૃત્તિ કરતી સંસ્‍થા ડાયનેમિક ગૃપ ઓફ ડાયનેમિક પર્સનાલિટિઝ-અમરેલીએ ચેરમેન હરેશ બાવીશીએ જિલ્‍લાની શાંતિ, સલામતિ, તંદુરસ્‍તી તથા સેવાના પ્રતિક સમાં જિલ્‍લા કલેકટર આયુષ ઓક, જિલ્‍લા પોલીસ અધિક્ષક નિર્લિપ્‍તરાય, ઇન્‍ડીયન બ્‍લડ બેંક અમરેલીના પ્રમુખ ડો. ભરત કાનાબાર તથા માર્કેટયાર્ડ અમરેલીના પૂર્વ ચેરમેન પી.પી. સોજીત્રાનું ભકોરોના વોરિયર્સ- સન્‍માનભ આપીને સન્‍માનિત કર્યા હતા. આ તકે ડાયેમિક ગૃપના પ્રમુખ હરેશ બાવીશીએ જણાવ્‍યું હતુ કે આવા ફરજનિષ્ઠ અને પ્રમાણિક અધિકારી તથા જનહિતનું જ વિચારતા આગેવાનોનું સન્‍માન કરવા સમગ્ર જિલ્‍લાએ આગળ આવીને તેઓને સહકાર આપીને તેઓનું મનોબળ વધારવું જોઇએ. આ સન્‍માનમાં શાંતાબા મેડીકલ કોલેજ અને સિવીલ જનરલ હોસ્‍પિટલના કેમ્‍પ ડાયરેકટર પિન્‍ટુભાઇ ધાનાણી ખાસ ઉપસ્‍થિત રહયા હતા.

error: Content is protected !!