સમાચાર

સોને કી હમે ફસલે દો, ખુશીઓ કે હમે આંસુ દો

અમરેલી જિલ્‍લામાં વાવણીલાયક વરસાદ પડતા જિલ્‍લાના મોટા ભાગના પંથકોમાં જગતના તાત એવા ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કરી દીધા છે. સાવરકુંડલાના આંબરડી સહિતના ગામોમાં વહેલી સવારે ધરતીપુત્રોએ પરંપરાગત રૂઢી મુજબ બળદ દ્વારા વાવણી કરી રહયા છે. આજનો દિવસ ખેડૂતો માટે મહત્‍વપૂર્ણ દિવસ કહેવામાં આવે છે. એટલે જ વર્ષોથી જગતના તાત આજના દિવસે લાપસીના આંધણ મૂકયા તેવું કહેવામાં આવે છે. સાવરકુંડલાના ર0થી વધુ ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ આજે મગફળી, કપાસ સહિતના પાકોની વાવણી શરૂ કરી દીધી છે.

error: Content is protected !!
%d bloggers like this: