સમાચાર

જમીન કૌભાંડનાં બન્‍ને આરોપી યુસુફ મોતીવાલા અને વિનુભાઈ ભાડનાં પોલીસ રીમાન્‍ડ મંજૂર

સીટી પોલીસે કોર્ટમાં રજુ કરી 14 દિભનાં રીમાન્‍ડની કરી હતી અરજી

જમીન કૌભાંડનાં બન્‍ને આરોપીનાં પોલીસ રીમાન્‍ડ મંજૂર

કોર્ટ દ્વારા સોમવાર સાંજ સુધી યુસુફ મોતીવાલા અને વિનુભાઈ ભાડને પોલીસ રીમાન્‍ડ પર મોકલી દેવાયા

જિલ્‍લાનાં ઈતિહાસનાં સૌથી મોટા કૌભાંડમાં અન્‍ય કોઈ વ્‍યકિતઓની સંડોવણી છે કે કેમ તેની પુછપરછ થશે

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયનાં માર્ગદર્શનતળે સીટી પીઆઈ ખેર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ

અમરેલી, તા. 6

અમરેલી જિલ્‍લાનાં ઈતિહાસમાં કયારેય થયું નહોય તેવું મહાકાય જમીન કૌભાંડ અંગે પ્રાંત અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવ્‍યા બાદ સીટી પોલીસે 3 આરોપીઓમાંથી ર ની અટકાયત કરીને કોર્ટમાં રજુ કરીને 14 દિવસની પોલીસ રીમાન્‍ડની માંગ કર્યા બાદ કોર્ટે સોમવાર સાંજ સુધીની રીમાન્‍ડ મંજુર કર્યાનું જાણવા મળેલ છે.

વિગત એવા પ્રકારની છે કે, અમરેલીનાં વતની અને હાલ વાપી ખાતે સ્‍થાયી થયેલ વલીભાઈ મેતરે એરપોર્ટ, ગર્લ્‍સ હાઈસ્‍કૂલ સહિતની સરકારી અતિ કિંમતી જમીનનાં મુખત્‍યાર તરીકે યુસુફ મોતીવાલા અને વિનુભાઈ ભાડની નિમણૂંક કરીને તે જમીન પોતાની હોવાનું જણાવીને કલેકટર સમક્ષ તમામ જમીનની સોંપણી કરવાની માંગ કરી હતી.

આ માંગને લઈને કલેકટરને કોઈ શંકા જતાં તેઓએ આ પ્રકરણની તપાસ કરવા માટે પોલીસ વિભાગને આદેશ કરતાં પોલીસની “સીટ” ઘ્‍વારા અરજદારોએ રજુ કરેલ તમામ દસ્‍તાવેજોની ખરાઈ માટે એફએસએલ રિપોર્ટ સહિતની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમામ દસ્‍તાવેજો બનાવટી હોવાનું બહાર આવતાં પ્રાંત અધિકારી સી.કે. ઉંઘાડે સીટી પોલીસ સ્‍ટેશનમાં વલીભાઈ મેતર, યુસુફ મોતીવાલા અને વિનુભાઈ ભાડ વિરૂઘ્‍ધ ગંભીર કલમો સાથે ફરિયાદ ગઈકાલે નોંધાવી હતી.

બાદમાં સીટી પોલીસે યુસુફ મોતીવાલા અને વિનુભાઈ ભાડની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરી 14 દિવસની પોલીસરીમાન્‍ડની માંગ કરતાં કોર્ટ ઘ્‍વારા સોમવાર સાંજ સુધીની રીમાન્‍ડ મંજુર કરવામાં આવી હતી.

તપાસનીશ પોલીસ અધિકારી ઘ્‍વારા બન્‍ને આરોપીની પુછપરછ કરીને મુખ્‍ય આરોપી વલીભાઈ મેતર તેમજ અન્‍ય કોણ-કોણ વ્‍યકિતઓ આમાં સંડોવાયેલ છે તે અંગે પુછપરછ કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે.

અત્રે એ ઉલ્‍લેખનીય છે કે, કરોડો રૂપિયાની કિંમતી જમીન પચાવી પાડવાનાં આ કૌભાંડમાં અનેક વ્‍યકિતઓ સંડોવાયેલ હોવાનું ચર્ચાઈ રહૃાું હોય આગામી દિવસોમાં અનેક કડાકા-ભડાકાનાં એંધાણ જોવા મળી રહૃાાં છે.

error: Content is protected !!
%d bloggers like this: