સમાચાર

સુપ્રસિદ્ધ ભુરખીયા હનુમાન મંદિરનાં કાલથી દ્વાર ખોલાશે

સવારે 7થી 1ર અને બપોરે 3થી 7 સુધી

સુપ્રસિદ્ધ ભુરખીયા હનુમાન મંદિરનાં કાલથી દ્વાર ખોલાશે

દામનગર, તા. 6

કોવિડ-19ને ઘ્‍યાનમાં રાખીને શ્રી ભુરખીયા હનુમાનજી ટ્રસ્‍ટમાં દર્શનાર્થીઓ માટે સુચનાઓ. તા. 8/6/ર0થી દરરોજ સવારે 7 થી 1ર તથા બપોરે 3 થી સાંજે 7 કલાક સુધી સોશ્‍યલ ડિસ્‍ટન્‍સીંગનાં નિયમોને આધિન તથા ભીડ ન થાય તે માટે મર્યાદિત સંખ્‍યામાં પ્રવેશ આપવામાં આવશે.

મંદિરમાં પ્રવેશતા પહેલા ભથર્મલ સ્‍ક્રીનીંગભ કરવામાં આવશે અને બીમારીનાં લક્ષણો ન હોય તેવી વ્‍યકિતને જ પ્રવેશ આપવામાં આવશે. દરેક વ્‍યકિતએ માસ્‍ક પહેરીને આવવાનું રહેશે તથા માસ્‍ક વગર પ્રવેશ આપવામાં નહી આવે. પ્રવેશ સ્‍થળે રાખવામાં આવેલ ભભહેન્‍ડ સેનેટાઈઝરભનો ઉપયોગ દરેક ભકતોએ કરવાનો રહેશે. સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ જળવાય રહે તે માટે લાઈનમાં તથા પરિસરમાં દર્શાવેલ સર્કલ મુજબ જ દરેકે શિસ્‍તબઘ્‍ધ રીતેચાલવાનું રહેશે. ભોજનશાળા,    ધર્મશાળા તથા ચા-પાણીની વ્‍યવસ્‍થા બંધ રાખેલ છે. ભારત સરકાર તથા ગુજરાત સરકાર સમયાંતરે જે સુચનાઓ આપે તે પ્રમાણે વ્‍યવસ્‍થામાં ફેરફાર થતાં રહેશે. તેમ મંદિર ટ્રસ્‍ટ ઘ્‍વારા જણાવવામાં આવેલ છે.

error: Content is protected !!