સમાચાર

અમરેલીમાં 108 ઈમરજન્‍સી સેવા દ્વારા પર્યાવરણદિનની ઉજવણી

પૃથ્‍વી પર જીવના વસવાટ માટે પર્યાવરણ ખૂબ જ આવશ્‍યક તત્‍વ છે અને તેથી જ પર્યાવરણની મહતાને વિશ્‍વ સમક્ષ પ્રસ્‍તુત કરવા દરવર્ષે પ જૂનના રોજ વિશ્‍વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના સંદર્ભે અમરેલી જિલ્‍લા ખાતે નઅછ ભોચય 108 ઈમરજન્‍સી સેવા દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાની મહામારીની પરિસ્‍થિતિમાં પણ 108 ઈમરજન્‍સી સેવા ચોવીસ કલાક તેમજ 36પ દિવસ અવિરત કાર્યરત છે. આ સાથે જ ખિલખિલાટ, મહિલા અભયમ 181 અને કરૂણા એનિમલ એમ્‍બ્‍યુલન્‍સ 196રના કર્મચારીઓ છેલ્‍લા ર મહિનાથી દિવસ અને રાત જોયા વગર ર4 કલાક લોકોના જીવ બચાવવા માટે ખડેપગે પોતાની ફરજ બજાવી રહયા છે અને તેમનો માત્ર એક જ સંકલ્‍પ છે માનવ જીવન બચાવવાની સાથે પર્યાવરણનું જતન, સંવર્ધન અને પર્યાવરણને બચાવવા માટેનો સંકલ્‍પ. દરેક 108ના લોકેશન તેમજ અમરેલી ખાતે આવેલ કૃષિ વિજ્ઞાનકેન્‍દ્ર (કે.વી.કે.)ના સ્‍ટાફ સાથે પર્યાવરણ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

error: Content is protected !!
%d bloggers like this: