સમાચાર

એરપોર્ટ, ગર્લ્‍સ હાઈસ્‍કૂલ સહિતની જમીનો પચાવી પાડવાનું કૌભાંડ

વલીભાઈ મેતર, યુસુફ મોતીવાલા અને વિનુભાઈ ભાડની ત્રિપુટીનું કારસ્‍તાન

એરપોર્ટ, ગર્લ્‍સ હાઈસ્‍કૂલ સહિતની જમીનો પચાવી પાડવાનું કૌભાંડ

પ્રાંત અધિકારીએ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતાં સીટી પીઆઈએ તપાસ શરૂ કરી

એક આરોપી અમેરિકાથી પરત આવ્‍યા હોય પરત ફરવાનું મુશ્‍કેલ બનશે

આરોપી તરીકે રઘુવીર પાનનાં ભાગીદારનું નામ ખુલતા શહેરમાં ચકચાર મચી ગઈ

એએસપી પ્રેમસુખ ડેલુએ પત્રકાર પરિષદ યોજીને તમામ વિગતો રજુ કરી

અમરેલી, તા. પ

અમરેલીમાં એક ત્રિપુટીએ સરકારી ગર્લ્‍સ હાઈસ્‍કૂલ, એરપોર્ટ, રેલ્‍વે પાટાવાળા સહિતની અનેક જમીનો ભેગા મળીને પચાવી પાડવાનું કૌભાંડ પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે.

વિગત એવા પ્રકારની છે કે, મુળ અમરેલીનાં હાલ વાપી ખાતે સ્‍થાયી થયેલ વલીભાઈ મેતર, અમરેલીનાં વતની અને હાલ અમેરિકા સ્‍થાયી થયેલ અને હાલ અમરેલી આવેલ યુસુફભાઈ મોતીવાલા અને રઘુવીર પાનનાં ભાગીદાર વિનુભાઈ ભાડે ભેગા        મળીને અમરેલીની સરકારી ગર્લ્‍સ હાઈસ્‍કૂલવાળી જમીન, એરપોર્ટ જમીન, વરસડા રેલ્‍વે ફાટકનાં પાટાવાળી જમીન તેમજ અન્‍ય જમીનો સરકારી હોવા છતાં પણ બનાવટી દસ્‍તાવેજ બનાવીને પોતાના નામે કરવાનો પ્રયાસ કરતાં આ બનાવ અંગે પ્રાંત અધિકારી સી.કે. ઉંઘાડે ઉપરોકત ત્રિપુટી વિરૂઘ્‍ધ આઈપીસીનીકલમ 193, 177, ર60, 46પ, 467, 471, 47ર, 473, 474, 47પ, 484, 4ર0, 470 અને 1ર0-બી મુજબ ગુન્‍હો નોંધાવતાં સીટી પીઆઈ ખેર ઘ્‍વારા તપાસ શરૂ કરવામાં    આવેલ છે.

સમગ્ર બનાવ અંગે એએસપી પ્રેમસુખ ડેલુએ  પત્રકાર પરિષદ યોજીને જાણકારી આપી હતી.

error: Content is protected !!
%d bloggers like this: