સમાચાર

કુંકાવાવ, વડિયા પંથકમાં ભારે વરસાદ સાથે પવન

અનેક વૃક્ષો ધરાશયી થતાં વાહન વ્‍યવહારને અસર

કુંકાવાવ, વડિયા પંથકમાં ભારે વરસાદ સાથે પવન

અનેક છાપરાઓ, મકાનનાં નળીયા ઉડી જતાં અફડાતફડીનો માહોલ સર્જાયો

વહીવટીતંત્ર દ્વારા જેસીબીની મદદથી વૃક્ષોને માર્ગ ઉપરથી દુર કરવામાં આવ્‍યા

સતત બીજા દિવસે મેઘાનું આગમન થતાં કહી ખુશી કહી ગમનો માહોલ

કુંકાવાવ/વડિયા, તા. પ

કુંકાવાવ-વડિયા પંથકમાં ગઈકાલ સતત બીજા દિવસે ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક વૃક્ષો ધરાશયી થયા તો છાપરાઓ,  નળીયાઓ ઉડી ગયા હતા. મહાકાય વૃક્ષો માર્ગ પર ધરાશયી થતાં વાહન વ્‍યવહારને અસર થતાં વહીવટીતંત્ર ઘ્‍વારા જેસીબીની મદદ વડે વૃક્ષોને દુર કરવામાં આવ્‍યા હતા.

કુંકાવાવ

કુંકાવાવમાં બીજા દિવસે બપોર બાદ ફરી વરસાદે પવન સાથે રૌદ્ર સ્‍વરૂપ ધારણ કરતા એક કલાક ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક વૃક્ષો તેમજ કેબીનો, છાપરા ઉડયા હતા અને નાના વેપારી, રેંકડીધારકોની કેબીન, લારીઓ પવનનાં કારણે ઉંધી વળી જતાંનાના માણસોને નુકસાન સહન કરવાનો વારો આવ્‍યો હતો. તેમજ બીજા દિવસે સતત વધુ વરસાદ વરસતા વાવણીલાયક વરસાદ વરસ્‍યો હતો. આમ એક કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્‍યો હતો. સાથે સાથે અનેક પ્રકારની નુકસાની પણ કરે હતી. આમ લોકડાઉનમાં વરસાદે જોરદાર પવન સાથે સટાસટી બોલાવીને લોકોમાં ભય ઉભો કર્યો હતો.

વડિયા

વડિયા પંથકમાં ગઈકાલે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે તેજ પવન ફુંકાતા અનેક વૃક્ષો ધરાશયી થયા. રોડ પર ટ્રાફિકજામના દ્રશ્‍યો સર્જાયાહ તા. વડિયા-અમરેલી રોડ પર વૃક્ષો ધરાશયી થયા હતા. વડિયાનાં અમરાપુર અને અનિડા ગામ પાસે વૃક્ષાો ધરાયી થતાં રોડ-રસ્‍તાઓ બંધ થયા. લોકો અમરેલલ તરફથી વડિયા-કુંકાવાવ આવતા લોકો ભારે ટ્રાફિકજામમાં અટવાયા હતા અને ભારે મહેનત અને જેસીબી મશીનની મદદથી થોડો રોડ ખુલ્‍લો કરાયો.

error: Content is protected !!