સમાચાર

ધારીની ગાંધી બ્રીજવાળી નદી અને નતાળીયા નદીમાં ઘોડાપુર આવ્‍યું

ખોડિયાર જળાશયમાં નવા નીરનું આગમન

ધારીની ગાંધી બ્રીજવાળી નદી અને નતાળીયા નદીમાં ઘોડાપુર આવ્‍યું

સરસીયા, ફાચરીયા, અમૃતપુરમાં પણ વરસાદ

ધારી, તા.પ

ધારી તાલુકાના ગીર કાંઠાના ગામડાઓમાં સારો એવો વરસાદ વરસી જતા આજે ધારીની ગાંધીબ્રીજ વાળી નદી અને નતાળીયા નદીમાં બે કાંઠે પુર આવ્‍યું હતું જેને લઈ ખોડિયાર ડેમમાં પણ ધીંગી આવક થવા પામીછે.

તુલસીશ્‍યામ રોડ પર વસેલા ગીરકાંઠાના ગામડાઓમાં આજે સચરાચર મેઘમહેર થતા ખેડૂતો અને લોકોનો હરખનો પાર નહોતો રહયો. અંદાજિત બે ઈંચ જેટલો વરસાદ વરસ્‍યો હોવાના અહેવાલો પ્રાપ્‍ત થઈ રહયા છે. તાલુકાના સરસીયા, ફાચરીયા અને અમૃતપુર (ઠીકરીયા)માં મેઘ મહેરના પ્રતાપે ધારી આવી શેત્રુંજીમાં વિલીન થતી ગાંધીબ્રીજ     વાળી નદી અને નતાળીયા નદીમાં બે કાંઠે ઘોડાપુર પણ આવ્‍યા હતા. ચોમાસાની ભીમ અગિયારસ સમયે થયેલ લાજવાબ એન્‍ટ્રીને માણવા અને વહેતી નદીને જોવા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

અત્રે ઉલ્‍લેખનીય છે કે હજુ હમણા જ ખોડિયાર ડેમમાંથી ઉનાળુ પાકને સિંચવા માટે પાણી છોડવામાં આવ્‍યું છે. હજુ સુધી ડેમ ગયા ચોમાસામાં થયેલ પાણીની આવકથી ભરચક જ હતો. તેવા સમયે પુનઃ ડેમમાં ધીંગી આવક શરૂ થઈ છે. હવે ચોમાસાના પ્રથમ રાઉન્‍ડમાં જ ડેમ ફરી પાછો ઓવરફલો થઈ જાય તો કાંઈ નવાઈ નહીં.

error: Content is protected !!
%d bloggers like this: