સમાચાર

અમરેલીની જલારામ શાકમાર્કેટમાં ખરીદી કરતા શહેરીજનો

સીસીટીવી કેમેરા, સ્‍વચ્‍છતા, પાર્કિંગ સહિતની સુવિધાઓ ધરાવતી

અમરેલીની જલારામ શાકમાર્કેટમાં ખરીદી કરતા શહેરીજનો

જૂના માર્કેટયાર્ડ ખાતે જલારામ ફ્રુટ અને શાક માર્કેટનો પ્રારંભ થતાં જ સફળતા મળી

શાકભાજી, ફ્રુટની સાથે અનાજ, કરિયાણા, ખાણી-પીણીની પણ દુકાનોનો ધમધમાટ

અમરેલી, તા.પ

અમરેલી શહેરની જનતાની લોક લાગણી અને માંગણી મુજબ નવી અદ્યતન જલારામ શાકમાર્કેટ, ફ્રુટમાર્કેટની શરૂઆત થઈ ચુકી છે. આ શાકમાર્કેટમાં અદ્યતન ડોમ, સ્‍ટોલમાં ર4-કલાક પાણી, દર ર0 (વીસ) સ્‍ટોલ પછી એક લેડીઝ, જેન્‍ટસ ટોયલેટ બ્‍લોક, ર4 કલાક સિકયુરીટી તેમજ આખા માર્કેટમાં સી.સી.ટી.વી. કેમેરાની સુવિધા હોય, આ ઉપરાંત આ કેમ્‍પસમાં જીલ્‍લા કક્ષાની હોલસેલ તેમજ રીટેઈલ ધંધામાં શાકભાજી, ફ્રુટ તેમજ કરીયાણા, કાપડ, ડ્રેસ મટીરીયલ્‍સ, રેડીમેન્‍ટની દુકાનો, ઉપરાંત કળશમોલ, ખાણી પીણીમાં આઈસ્‍ક્રીમ, ઠંડાપીણા, ઉપરાંત યુ.એસ. પીઝા, સાઉથ ઈન્‍ડીયનમાં હોટલ આંગન, હોટલ ગોવિંદા, સાથે બહેનો માટે ખાસ પાણીપુરી, ભેળ સાથે સેવન ફલેવર પાણીપુરી વિગેરેની અનેક દુકાનો કાર્યરત હોય આ એક જ કેમ્‍પસમાં 1000 જેટલી દુકાનો હોય આ એક જ જગ્‍યા પર આવવાથી તમામ ખરીદી એક સાથે થઈ જતી હોય જેથી અમરેલી શહેર તેમજ જીલ્‍લા ભરનાં લોકોએ અહીથી જ શાકભાજી, ફ્રુટ વિગેરે તમામ વસ્‍તુઓની ખરીદી કરવા માર્કેટયાર્ડનાં પૂર્વચેરમેન પી. પી. સોજીત્રાની યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!