સમાચાર

બાબરામાં વડ સાવિત્રી વ્રતની ધામધૂમથી ઉજવણી કરતી મહિલાઓ

સૌભાગ્‍ય સ્‍ત્રીઓ દ્વારા વડની પૂજા કરી પ્રદક્ષિણા કરાઈ

બાબરા, તા.પ

જેઠમાસની પૂનમ એટલે વડ સાવિત્રીના વ્રતનો પ્રારંભ. આગામી દિવસોમાં આવનારા અન્‍ય વ્રતોનો પ્રારંભ પણ આ વ્રતથી થાય છે. પતિના લાંબા નિરોગી આયુષ્‍ય માટે સૌભાગ્‍ય સ્‍ત્રીઓ આ વડ સાવિત્રીનું વ્રત પાંચ વર્ષ સુધી કરે છે.

ત્‍યારે બાબરામાં પંચકુંડે નીલકંઠ મહાદેવના સાનિઘ્‍યમાં શહેરની સૌભાગ્‍ય સ્‍ત્રીઓ વિધિ વિધાન સાથે પૂર્ણ ભાવ અને ભકિત અને શ્રઘ્‍ધાપૂર્વક વડનું પૂજન, અર્ચન અને પ્રદક્ષિણા કરી વડ સાવિત્રીના વ્રતનો પ્રારંભ કરે છે.

અહીં મોટી સંખ્‍યામાં સૌભાગ્‍ય સ્‍ત્રીઓ વ્રતનું પૂજન અર્ચનકરી પોતાના પતિના નિરોગીદીર્ધાયુ માટે માતા પાર્વતી અને મહાદેવને પ્રાર્થના કરે છે.

error: Content is protected !!