સમાચાર

પીછે હઠ : વનવિભાગે સિંહની ગણતરી મોકુફ રાખી

બંધ બારણે ગણતરી કરવા સામે વ્‍યાપક વિરોધનો વંટોળ ઉભો થતાં

પીછે હઠ : વનવિભાગે સિંહની ગણતરી મોકુફ રાખી

વિપક્ષી નેતા પરેશ ધાનાણીતેમજ મીડિયાજગતનાં અહેવાલનાં આધારે વનવિભાગને પીછે હઠ કરવાની નોબત આવી

મુખ્‍ય વન સંરક્ષક, વન્‍યપ્રાણી વર્તુળ દ્વારા અખબારીયાદી બહાર પાડીને વસ્‍તી ગણતરી મોકુફ રાખી હોવાનું જણાવાયું

અમરેલી, તા. 3

અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્‍લામાં વસવાટ કરતા સિંહોની વસ્‍તી ગણતરીનું કાર્ય ભારે ઉહાપોહ બાદ વન વિભાગે હાલ તુર્ત મોકુફ રાખી દીધુ છે.

વિગત એવા પ્રકારની છે કે ગીર પંથકમાં વસવાટ કરતા સિંહોની દર પાંચ વર્ષે વસ્‍તી ગણતરી કરવામાં આવે છે. જેમાં જનપ્રતિનિધીઓ, વન્‍યપ્રાણીઓને પણ સાથે રાખવામાં આવે છે.

પરંતુ, વર્ષ-ર01પ બાદ ચાલુ વર્ષ-ર0ર0માં યોજાનારી વસ્‍તી ગણતરીમાં વન વિભાગે જન પ્રતિનિધીઓ, વન્‍યપ્રાણી પ્રેમીઓને ભભકોરોનાભભને લઇને બાદબાકી કરીને વન વિભાગે પોતાની રીતે વસ્‍તી ગણતરી કરવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેતા વન્‍યપ્રાણીપ્રેમીઓએ હલ્‍લાબોલ કર્યો હતો અને મીડીયામાં પણ અહેવાલ પ્રસિઘ્‍ધ થયા હતા. જેને લઇને વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પણ વનમંત્રીને પત્ર પાઠવીને નિયમાનુસાર વસ્‍તી ગણતરી કરવાની માંગ કરેલ હતી.

જોકે મુખ્‍ય વન સંરક્ષકે વસ્‍તી ગણતરી શરૂ કરવાની હતી જ નહીં. તેમ કહીને ગોળ-ગોળ નિવેદન સાથે અખબારી યાદી પ્રસિઘ્‍ધ કરીને વસ્‍તી ગણતરી થવાની નથી તે બાબતનો સ્‍વીકાર કર્યો છેઅને હાલ વન્‍યપ્રાણીપ્રેમીઓની માંગ સંતોષાતા આનંદની લાગણી જોવા મળી રહી છે.

મુખ્‍ય વન સંરક્ષકે અખબારી યાદીમાં જણાવેલ છે કે ગીરનો સિંહ એ ગુજરાતનું ગૌરવ છે. સિંહોની વસ્‍તી ગણતરી દર પાંચ વર્ષે યોજાય છે. જે મુજબ છેલ્‍લી ગણતરી- ર01પમાં યોજાયેલ હોય, ર0ર0 ના ઉનાળા દરમિયાન સિંહોની વસ્‍તી ગણતરી કરવાનું આયોજન વન વિભાગ દ્વારા કરવામાં આવેલ હતુ. આ ગણતરીમાં વન વિભાગનો સ્‍ટાફ, સ્‍વયંસેવી સંસ્‍થાઓ, નિષ્‍ણાંતો, પ્રકૃતિપ્રેમીઓ સ્‍ટેટ બોર્ડ ફોર વાઇલ્‍ડ લાઇફને નેશનલ બોર્ડ ફોર વાઇલ્‍ડ લાઇફના સભ્‍યો, ઓબ્‍ઝર્વરએ રાજય / ભારત સરકારના અધિકારીઓ તથા વનમંત્રી વિગેરે મોટી સંખ્‍યામાં જોડાતા હોય છે.

આ વર્ષે કોવિડ-19ની પરિસ્‍થિતિ-લોકડાઉન વિગેરેને ઘ્‍યાને લેતા વધુ લોકો એકઠા કરવા વ્‍યાજબી જણાતુ ન હોય પરંપરાગત રીતે યોજાતી સિંહ વસ્‍તી ગણતરી યોજવી શકય નથી.

વન વિભાગના સ્‍ટાફ દ્વારા છેલ્‍લા કેટલાક વર્ષોથી દર માસની પૂનમના દિવસે બપોરના રઃ00 કલાકથી બીજા દિવસે બપોરના રઃ00 કલાક દરમિયાન પોતપોતાના વિસ્‍તારોમાં ફરી સિંહોનું અવલોકન કરી નોંધ કરવામાં આવે છે અને તેને અહેવાલ કરવામાં આવે છે. આ રીતનું પૂનમ અવલોકન છેલ્‍લા સાતેક વર્ષથી કરવામાં આવી રહયું છે.

આ વર્ષે સત્તાવાર રીતે યોજાતી સિંહોની વસ્‍તીગણતરી શકય બનેલ ન હોય આગામી તા. પ/6/ર0ર0ના રોજ જે પૂનમ છે તે દિવસે ફરી એકવાર વન વિભાગ તેના સ્‍ટાફ દ્વારા આ પૂનમ અવલોકન કરશે. આ પૂનમ અવલોકન સુવ્‍યવસ્‍થિત રીતે અને ગંભીરતાથી થાય તે માટે સ્‍ટાફને જણાવવામાં આવેલ છે અને રાજયના ચીફ વાઇલ્‍ડ લાઇફ વોર્ડન પણ આ પૂનમ અવલોકન દરમિયાન ઉપસ્‍થિત રહેનાર છે. તા. પ/6/ર0ર0 ના રોજ બપોરે ર કલાકથી શરૂ કરી તા. 6/6/ર0ર0 બપોરના ર કલાક સુધી સ્‍ટાફ સિંહ અવલોકન કરશે અને આ અવલોકનના અંતે જે આંકડાઓ આવશે તે વન વિભાગને તેના વ્‍યવસ્‍થાપનમાં મદદ કરશે.

એ સ્‍પષ્‍ટ કરવામાં આવે છે કે, તા. પ/6/ર0ર0 અને તા. 6/6/ર0ના રોજ જે સિંહ અવલોકન કરવામાં આવી રહયું છે તે સત્તાવાર સિંહ ગણતરી નથી અને વન વિભાગ દ્વારા પરંપરાગત કરવામાં આવતું પૂનમ અવલોકન છે. તેમ અંતમાં જણાવેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: