સમાચાર

ધારી-બગસરા વિધાનસભાની પેટા ચૂંટણી આગામી ઓકટોબર-નવેમ્‍બરમાં યોજાવવાની સંભાવના

ધારી-બગસરા વિધાનસભાની પેટા ચૂંટણી આગામી ઓકટોબર-નવેમ્‍બરમાં યોજાવવાની સંભાવના

ભાજપ-કોંગ્રેસ વચ્‍ચે જબ્‍બરી ટકકર થાય તો નવાઈ નહી

અમરેલી, તા. 3

ધારી-બગસરા વિધાન સભાની ખાલી પડેલ બેઠક માટે આગામી ઓકટોબર-નવેમ્‍બરમાં પેટા ચૂંટણી યોજાઈ તેવી સંભાવના જોવા મળી રહી છે.

કોંગી ધારાસભ્‍ય જે.વી. કાકડીયાએ ધારાસભ્‍યપપદેથી રાજીનામું ધરી દેતા પેટા ચૂંટણીની નોબત આવી હોય જે.વી. કાકડીયા ભાજપ તરફથી ચૂંટણીજંગમાં      ઉતરશે તો કોંગ્રેસ તરફથી સુરેશ કોટડીયા વચ્‍ચે ટકકર થાય તો નવાઈ જેવું નહી રહે.

ગત વિધાનસભાની ચૂંટણીમાં જિલ્‍લાની તમામ પાંચેય બેઠકો પર કોંગી ઉમેદવારનો વિજય થયો હતો અને ભાજપનો સફાયો થયો હોય અમરેલી જિલ્‍લામાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી આકાશ-પાતાળ એક કરીનેધારી બેઠક જીતવા પ્રયત્‍ન કરશે. તો ભાજપ પણ જિલ્‍લામાં ગમે તે રીતે ધારાસભ્‍યની બેઠક મેળવવા પ્રયત્‍ન કરશે તેવું લાગી રહૃાું છે.

ધારી-બગસરા બેઠક પર વર્ષો સુધી સ્‍વ. પૂર્વ કેન્‍દ્રિયમંત્રી મનુભાઈ કોટડીયાનો દબદબો રહૃાો હતો. તેઓ કોંગ્રેસનાં સુવર્ણકાળમાં પણ જનતા પક્ષ તરફથી વિજેતા બનતા આવ્‍યા હતા. ત્‍યારે હવે તેમના પુત્ર પણ ભાજપનાં સુવર્ણકાળ દરમિયાન કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે વિજયી થઈને તેમના સ્‍વ. પિતાની સામા પ્રવાહે ચાલવાની કુનેહને આગળ વધારે છે કે કેમ ? તે જોવું રસપ્રદ રહેશે.

error: Content is protected !!
%d bloggers like this: