સમાચાર

અમરેલી જિલ્‍લામાં જાહેરમાં જુગાર રમતા 61 પત્તાપ્રેમી ઝપટે ચડી ગયા

અનલોક-1માંઅનેક લોકઅપમાં પહોંચ્‍યા

અમરેલી જિલ્‍લામાં જાહેરમાં જુગાર રમતા 61 પત્તાપ્રેમી ઝપટે ચડી ગયા

પોલીસે રોકડ, મોબાઈલ ફોન, બાઈક સહિતનો મુદ્‌ામાલ કબ્‍જે લીધો

અમરેલી, તા. ર

સામાન્‍ય રીતે કેટલાંક લોકો ભીમ અગિયારનાં તહેવારમાં જુગાર રમવા માટે બાજી ગોઠવે છે. ત્‍યારે જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાયની સુચનાથી સોમવારે જિલ્‍લાભરમાં જુગાર રમતા પત્તાપ્રેમીઓ સામે ડ્રાઈવ ગોઠવી જાહેરમાં જુગાર રમતાં 61 પતાપ્રેમીઓને કુલ રૂા. 1,8ર,પ60નાં મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

આ બનાવમાં અમરેલી જિલ્‍લાનાં મોટા ઉજળા ગામે રહેતા 6 જેટલા ઈસમોને પોલીસે રોકડ રકમ રૂા. 1પ340, મોબાઈલ ફોન નંગ-4 તથા મોટર સાયકલ નંગ-3 મળી કુલ રૂા. 9પ840નાં મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

જયારે ભીંગરાડ ગામે રહેતા 4 ઈસમોને રોકડ રકમ રૂા. 11ર30 સાથે ઝડપી લીધા હતા. જયારે મતીરાળા ગામેથી 1પ ઈસમોને રોકડ રકમ રૂા. ર68પ0ની મતા સાથે ઝડપી લીધા હતા. લાઠી શહેરમાંથી 10 ઈસમોને રોકડ રકમ રૂા. 8980ની મતા સાથે, મીયા ખીજડીયા ગામે 3 ઈસમોને રૂા. 36પ0ની રકમ સાથે, અમરાપરામાંથી 3 ઈસમોને રોકડ રકમ રૂા. 1પર0ની રકમ સાથે, બાબરામાંથી 3 ઈસમોને રૂા. 600, નાની કુંકાવાવ ગામેથી 6 ઈસમોને રોકડ રકમ રૂા. રપ8પ0, મોબાઈલ ફોન-3 મળી કુલ રૂા. ર73પ0સાથે, ધારીનાં વાઘાપરા વિસ્‍તારમાંથી 3 ઈસમોને રોકડ રકમ રૂા. 4390 તથા ડુંગર ગામેથી 8 ઈસમોને રોકડ રકમ રૂા. ર1પ0ની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતા જુગાર રમવાની આદત ધરાવતાં જુગારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

error: Content is protected !!