સમાચાર

ભારત સરકારે ખેડૂત અને ખેતીનાં હિતમાં ઉત્તમ નિર્ણય કર્યો : સંઘાણી

ખેડૂતોની આવક બમણી કરવાનો ઉત્તમ પ્રયાસ

ભારત સરકારે ખેડૂત અને ખેતીનાં હિતમાં ઉત્તમ નિર્ણય કર્યો : સંઘાણી

અમરેલી, તા. 1

સમગ્ર દેશના ખેડૂતોને અનેકવિધ ખેતપેદાશોની મુલ્‍યવર્ધકતા અને નાણાકીય બળ પુરૂ પાડવાના સાથે ખેતિ અને ખેડૂતને સમૃઘ્‍ધ કરતા શ્રેષ્ઠ નિર્ણયો પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીની અઘ્‍યક્ષતામાં ભારત સરકાર દ્વારા લેવાયેલ નિર્ણયોનેઆવકારતા પૂર્વ કૃષિમંત્રી-ગુજકોમાસોલના ચેરમેન, ખેડૂત નેતા દિલીપ સંઘાણીએ જણાવેલ કે, આ નિર્ણય એ ખેડૂતોની આવક બમણી કરવાના દિશામાં મહત્‍વનું અંગ બની રહેશે.

સંઘાણીએ વધુમાં જણાવેલ કે, કપાસ, મગફળી, કઠોળના ટેકાના ભાવમાં વધારો કરવા સાથે જુવાર, બાજરી, તલ, મકાઇ, તુવેર, મગ, અડદ સહિત 14 જેટલા ખેતી પાકોને મુલ્‍યવર્કક બનાવવા, અન્‍ય સેકટરોને નાણાકીય બળ પુરૂ પાડવાના લાભકારી નિર્ણયો લેવામાં આવેલ છે જે ખેતિકાર્યને પ્રોત્‍સાહન પુરૂ પાડશે. ભારત ખેતીપ્રધાન દેશ હોવાને કારણે આ નિર્ણય સમગ્ર દેશના ખેડૂતોના હિતમાં લેવાયેલ છે જે ખુશીની બાબત હોવાનું કેબિનેટના નિર્ણયને આવકારતા દિલીપ સંઘાણીએ જણાવેલ છે.

error: Content is protected !!