સમાચાર

વડીયાનાં ભુખલી સાંથળી ગામની મુલાકાત લેતા જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ આયુષ ઓક

તાજેતરમાં મુંબઈ બોરીવલીથી સાવરકુંડલા રેલવે મારફત આવેલ ભુખલી સાંથળી ગામના યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્‍યું હતું અને તાત્‍કાલિક આ યુવક અને તેના સંપર્કમાં આવેલ 17 વ્‍યકિતને અમરેલી ખસેડવામાં આવ્‍યા હતા અને ભુખલી સાંથળી ગામનો આ યુવકના ઘરથી પ00 મીટરનો એરિયો કન્‍ટેન્‍ટ ઝોન જાહેર કરવામાં આવ્‍યો હતો. ત્‍યારે આજે અમરેલી જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા ભુખલી સાંથળી ગામની મુલાકાત લઈ કલેકટર દ્વારા આ તમામ લોકોને કોઈપણ પ્રકારની તકલીફ નથી પડતી ને તે અંગે પૂછપરછ કરવામાં આવી હતી. બાદમાં કલેકટર દ્વારા ગામ પંચાયતની પણ મુલાકાત લીધી હતી. કલેકટર આયુષ ઓક તથા ડીડીઓ તેજસ પરમાર દ્વારા વડીયા તાલુકાના ભુખલી સાંથળી ગામે કન્‍ટેન્‍ટમેન્‍ટ ઝોનની મુલાકાત લેવામાં આવી સાથે સાથે ગ્રામ પંચાયતની મુલાકાત તેમજ મનરેગાના કામની સ્‍થળ મુલાકાત કરવામાં આવી હતી.

error: Content is protected !!