સમાચાર

લાઠીનાં રાભડામાં ‘ઓઆરએસ’નાં ડેઈટ પૂર્ણ થયેલ પાઉચ શ્રમિકોને પધરાવ્‍યા

આરોગ્‍ય વિભાગની બેદરકારી અંગે સરપંચે કરી રજૂઆત

બેદરકારી : લાઠીનાં રાભડામાં ‘ઓઆરએસ’નાં ડેઈટ પૂર્ણ થયેલ પાઉચ શ્રમિકોને પધરાવ્‍યા

ધારાસભ્‍ય ઠુંમરે આરોગ્‍ય અધિકારી પાસે જવાબ માંગ્‍યો

અમરેલી, તા.ર9

લાઠીના રાભડા ગામે ભભમનરેગાભભયોજના અંતર્ગત ચાલતા રાહત કાર્યમાં જોડાયેલ શ્રમિકોને ભઓઆરએસ’ ડેઈટ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ આરોગ્‍ય વિભાગે પીવડાવી દીધાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.

વિગત એવા પ્રકારની છે કે ભભમનરેગાભભ યોજના તળે કામ કરતા શ્રમિકોને ઉનાળાના દિવસોમાં તકલીફ ન પડે તે માટે આરોગ્‍ય વિભાગ દ્વારા ભભઓઆરએસભભનાં પાઉચ આપવામાં આવે છે.

જે અંતર્ગત રાભડા ગામે આરોગ્‍ય વિભાગે ફાળવેલ ભભઓઆરએસ’ભનાં પાઉચની ડેઈટ પૂર્ણ થઈ ગયાને 6 મહિનાનો સમય પસાર થઈ ગયો હોવા છતાં શ્રમિકોને પધરાવતા સરપંચે ધારાસભ્‍ય ઠુંમરનું ઘ્‍યાન દોરતાં તેઓએ આરોગ્‍ય ચેરમેન અને અધિકારીઓ પાસે જવાબ માંગેલ હતો.

error: Content is protected !!